CM કમલનાથના OSDના ઘર પર ઇનકમ ટેક્સની રેડ, તપાસ દરમિયાન 9 કરોડ મળ્યા
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ઓએસડીના ઘર પર ઇનકમ ટેક્સે દરોડા પાડ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, રવિવાર (7 એપ્રિલ)ના વહેલી સવાર 3 વાગે ઇનકમ ટેક્સની ટીમે કમલનાથના ખાનગી સચીવ (ઓએસડી) પ્રવીણ કક્કડના ઘર પર દરોડા પાડ્યા હતા.
નવી દિલ્હી: મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ઓએસડીના ઘર પર ઇનકમ ટેક્સે દરોડા પાડ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, રવિવાર (7 એપ્રિલ)ના વહેલી સવાર 3 વાગે ઇનકમ ટેક્સની ટીમે કમલનાથના ખાનગી સચીવ (ઓએસડી) પ્રવીણ કક્કડના ઘર પર દરોડા પાડ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, દિલ્હીથી ગયેલી ઇનકમ ટેક્સની ટીમે ઇન્દોર પહોંચી પ્રવીણ કક્કડના ઘર પર તપાસ હાથ ધરી હતી. અત્યાર સુધીની તપાસમાં લગભગ 9 કરોડ રૂપિયા મળી આવ્યા છે.
વધુમાં વાંચો: ‘અવકાશની આર્મી’ બનાવી રહ્યું છે ભારત, દેશની સુરક્ષાને લઇ રાખશે બાજ નજર
અત્યાર સુધીમાં મળી રહેલા સમાચાર અનુસાર દરોડામાં ઇનકમ ટેક્સના 15 સભ્યો ભેગા મળીને પ્રવીણના ઘરની તપાસ લઇ રહ્યાં છે. તપાસમાં કોઇ અડચણના ઉભી થાય તે માટે ઇનકમ ટેક્સની ટીમ તેમની સાથે CRPFને લઇને પહોંચી છે. જણાવી રહ્યાં છે કે CRPFની ટીમે સીએમ કમલનાથના ઇન્દોર સ્થિત ઘરને ચારે તરફથી ઘેરી લીધું છે અને ઇનકમ ટેક્સની ટીમ અંદર તપાસ કરી રહ્યું છે.
વધુમાં વાંચો: જમ્મૂ-કાશ્મીરના ત્રાલમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એનકાઉન્ટર ચાલુ
મોડી રાત્રે 3 વાગે 15થી વધારે અધિકારીઓની ટીમને સ્કીમ નંબર 74 સ્થિત નિવાસ પર દરોડા પાડ્યા હતા. આ સાથે જ વિજય નગર સ્થિત શોરૂમ સહિત અન્ય સ્થળો પર પણ તપાસ કરવામાં આવી રહી છે. પ્રવીણ જ્યારે પોલીસ અધિકારી હતા ત્યાર તેમની સામે ઘણા કેસ સામે આવ્યા હતા. જણાવી રહ્યાં છે કે, સર્વિસ દરમિયા ઘણી તપાસ ચાલી રહી હતી.
વધુમાં વાંચો: શારદા ચિટ ફંડ મામલે વધી શકે છે કોલકાતાના પૂર્વ કમિશ્નર રાજીવ કુમારની મુશ્કેલીઓ
જણાવી રહ્યાં છે કે, જ્યારે આયકર વિભાગની ટીમ મોડી રાત્રે પહોંચી તો પ્રવણી કક્કડના પરિવારના લોકો ભયભીત થઇ ગયા હતા. જ્યારે તેમણે સ્પષ્ટ થઇ ગયું કે બધા ઇનકમ ટેક્સના અધિકારી છે તો તેમણે તપાસમાં સહયોગ આપ્યો હતો.
વધુમાં વાંચો: લાલુના બચાવમાં RJD નેતાનું વિવાદિત નિવેદન, જજ પણ ફોનથી જેલમાં કરે છે વાત
પ્રવીણ કક્કડને પોલીસ વિભાગમાં રહેવાના દરમિયાન રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે 2004માં તેમની નોકરી છોડી દીધી અને કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કાંતિલાલ ભૂરિયાના ઓએસડી બની ગયા હાત. કહેવામાં આવી રહ્યું છે કે, 2015માં કાંતિલાલ ભૂરિયાને રતલામ-ઝાબૂઆ બેઠક પર મળેલી જીત પ્રવિણ કક્કડ દ્વારા બનાવેલી રણનીતિથી મળી હતી. ડિસેમ્બર 2018માં સીએમ કમલનાથના ઓએસડી બન્યા હતા.