‘અવકાશની આર્મી’ બનાવી રહ્યું છે ભારત, દેશની સુરક્ષાને લઇ રાખશે બાજ નજર
અવકાશમાં ભારતની સુરક્ષા શક્તિ વધારવાની જવાબદારી ઇસરો અને ડીઆરડીઓને સોંપવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે, કે ગત મહિને એન્ટી-સેટેલાઇટ (ASAT) મિસાઇલના સફળ પરિક્ષણ આ કડીનો એક મહત્વનો ભાગ છે.
Trending Photos
નવી દિલ્હી: બદલાતા સમયને જોઇને ભારતે અવકાશમાં રહીને દેશની સુરક્ષા કરવાની રાખવાની તૈયારી શરૂ દીધી છે. અવકાશમાં ભારતની સુરક્ષા શક્તિ વધારવાની જવાબદારી ઇસરો અને ડીઆરડીઓને સોંપવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે, કે ગત મહિને એન્ટી-સેટેલાઇટ (ASAT) મિસાઇલના સફળ પરિક્ષણ આ કડીનો એક મહત્વનો ભાગ છે.
ભારત ભવિષ્યને જોતા અવાકશમાં દુશ્મનના ઇરાદાને તોડવાની ક્ષમતા વિકસિત કરી રહ્યું છે. ડીઆરડીઓના પ્રમુખ જી સતીશ રેડ્ડીએ શનિવારે કહ્યું કે, સેટેલાઇટ એન્ટિ-મિસાઈલની સફળ પરીક્ષા સાથે, ભારત અવકાશના 1000 કિલોમીટરની અંતર્ગત લક્ષ્યાંકને નષ્ટ કરવા સક્ષમ છે અને વૈશ્વિક અવકાશી સંપત્તિને ભંગારના ભયથી બચાવવા માટે, આ મિશન નીચલા વર્ગમાં પસંદ કરવામાં આવ્યું હતું.
ભારતની પાસે કેટલા છે લોન્ચર
જ્યારે તેમને પુછવામાં આવ્યું કે, શું એક સાતે કેટલી સેટેલાઇટોને નષ્ટ કરી શકાય છે તો તેમણે કહ્યું કે, 'અહીં પ્રશ્ન એ ઉભા થયા છે કે અમારી પાસે કેટલા લોન્ચર છે અને ઘણા લોન્ચર હોવા પર વિવિધ સેટેલાઇટોને લક્ષ્યાંકિત કરી શકાય છે. પરંતુ, વિવિધ (ગોલ) ચોક્કસપણે વ્યવહારુ છે. '
ભારતે 27 માર્ચે સેટેલાઇટ વિરોધી મિસાઇલથી અવકાશમાં તેમની એક મિસાઇલને નષ્ટ કરી હતી અને આ જટિલ ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ તેઓ અમેરિકા, રૂસ અને ચીનના મુખ્ય ક્લબમાં સામેલ થઇ ગયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે