દૈનિક ભાસ્કર ગ્રુપ પર IT ના દરોડા, 2 ડઝન ઠેકાણાઓ પર 800થી વધુ અધિકારીઓ પહોંચ્યા
મીડિયા સમૂહ દૈનિક ભાસ્કરના દેશભરમાં ઠેકાણાઓ પર આજે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે.
નવી દિલ્હી: મીડિયા સમૂહ દૈનિક ભાસ્કરના દેશભરમાં ઠેકાણાઓ પર આજે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગના દરોડામાં 800થી વધુ આવકવેરા અધિકારીઓ અને પોલીસકર્મીઓ સામેલ છે. દૈનિક ભાસ્કરના મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને રાજસ્થાનના કાર્યાલયોમાં આવકવેરા વિભાગની ટીમો હાજર છે.
સૂત્રોના જણાવ્યાં મુજબ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને રાજસ્થાન સહિત દેશના કેટલાક સ્થળો પર આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. આવકવેરા વિભાગના 30થી વધુ અધિકારીઓ અને પોલીસકર્મીઓ આજે દૈનિક ભાસ્કરના જયપુર મુખ્યાલય પર પહોંચ્યા. રાજસ્થાનમાં આવકવેરા વિભાગનું આ કનેક્ટિંગ સર્ચ છે.
Karnataka: ખુરશી જવાની અટકળો વચ્ચે BS Yediyurappa એ આપ્યો પદ છોડવાનો સંકેત, જાણો શું કહ્યું?
આવકવેરા વિભાગને અંદેશો છે કે દૈનિક ભાસ્કર સમૂહે પોતાની સહયોગી કંપનીઓ દ્વારા ટેક્સ ચોરી કરી છે. નોંધનીય છે કે પ્રિન્ટ અને ડિજિટલ મીડિયા ઉપરાંત દૈનિક ભાસ્કર સમૂહ અન્ય અનેક વ્યવસાયોમાં પણ સક્રિય છે. વિભાગ કંપનીઓની નાણાકીય લેવડદેવડ સંબંધિત દસ્તાવેજોને જપ્ત કરી કાર્યવાહી કરી રહ્યું છે.
આ બાજુ દૈનિક ભાસ્કર સમૂહ પર થયેલી આ કાર્યવાહીથી દેશભરમાં પ્રતિક્રિયાનો દોર શરૂ થઈ ગયો છે. વિભાગની ટીમ ડીબી સમૂહની પૂછપરછ કરીને ટેક્સ લાયબિલિટીનો ખુલાસો કરી શકે છે. આવકવેરા વિભાગ સાથે અન્ય સહયોગી એજન્સીઓ પણ ઈનપુટના આધારે એક્શન લઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube