નવી દિલ્હી: દેશને દિશા આપનારા ઈન્ડિયા કા DNA E-Conclaveમાં ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે કહ્યું કે સતર્કતાથી કોરોના મહામારીને હરાવીશું. લોકોની અવરજવરથી સંક્રમણના કેસ વધ્યાં. તેમણે કહ્યું કે પૈસાની કોઈ કમી નથી. તમામ જિલ્લાઓમાં વેન્ટિલેટરની વ્યવસ્થા છે. કૃષિ ક્ષેત્રમાં રોજગાર પર સરકારનું ધ્યાન છે. બીજા રાજ્યોથી લોકોના આવવાથી સંક્રમણ વધ્યું. ખેડૂતોને વ્યાજ વગર એક લાખ રૂપિયાની લોન આપીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે દેશને દિશા આપનાર ભારતનો નંબર વન કાર્યક્રમ 'ઈન્ડિયા કા DNA' ઈ-કોન્ક્લેવનું આજે આયોજન થયું છે. કાર્યક્રમમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા, અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ ભાગ લઈ રહ્યાં છે. . કાર્યક્રમની શરૂઆતમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથે કહ્યું કે કોરોના વિરુદ્ધ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર યોગીના નેતૃત્વમાં યોગ્ય સમયે જે નિર્ણય લેવાયો તેનાથી સ્થિતિ ઘણી નિયંત્રણમાં રહી. પ્રધાનમંત્રીજીનું માર્ગદર્શન અમારા માટે મહત્વપૂર્ણ રહ્યું. 


#IndiaKaDNA: UPમાં તબલીગી જમાત બની પડકાર: CM યોગી આદિત્યનાથ


પીએમ મોદીએ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો-યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથે કહ્યું કે કોરોના વિરુદ્ધ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર યોગીના નેતૃત્વમાં યોગ્ય સમયે જે નિર્ણય લેવાયો તેનાથી સ્થિતિ ઘણી નિયંત્રણમાં રહી. પ્રધાનમંત્રીજીનું માર્ગદર્શન અમારા માટે મહત્વપૂર્ણ રહ્યું. 


Zee Newના એડિટર ઈન ચીફ સુધીર ચૌધરી સાથે વાતચીતમાં યોગી આદિત્યનાથે કહ્યું કે કોરોના વિરુદ્ધની તૈયારીઓ માર્ચથી જ શરૂ થઈ ગઈ હતી. યુપીમાં કોરોનાની તપાસ માટે 32 લેબ છે. 


સીએમ યોગીએ કહ્યું કે યુપીમાં તબલીગી જમાત પડકાર બન્યો. તબલીગી જમાતના લોકોએ બીમારી છૂપાવી, કાયદા વિરુદ્ધ કામ કરનારાઓએ કિંમત ચૂકવવી પડશે. 


તેમણે કહ્યું કે કોરોના સંકટમાં કોંગ્રેસ પરિવાર ક્યાંય જોવા મળ્યો નહીં. સંકટમાં તેમની ખલનાયિકીનું ચરિત્ર જોવા મળ્યું. કોંગ્રેસે ક્યાંય બસોની વ્યવસ્થા કરી નહીં. અમે 15 હજારથી વધુ બસોની વ્યવસ્થા કરી. ઔરેયા અકસ્માત પર રાજકારણ ખેલાયું. કોંગ્રેસ શાસિત રાજ્યોએ કોરોના સંક્રમણ વધાર્યું છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube