આ વખતે કેવી રીતે ઉજવાશે સ્વતંત્રતા દિવસ? ગૃહ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી
સ્વતંત્રતા દિવસ (Independence Day)ની ઉજવણી માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારના એડવાઇઝરી જાહેર કરી છે. તે રાજ્ય સરકારો, કેન્દ્ર શાસિત પ્રદેશો, સરકારી ઓફિસ અને રાજ્યાલને મોકલવામાં આવી છે. ગૃહ મંત્રાલયની એડવાઇઝરીમાં 15 ઓગસ્ટના સમયે સામુહિક કાર્યક્રમ આયોજિત ન કરવાની સલાહ આપવામાં આવી છે.
નવી દિલ્હી: સ્વતંત્રતા દિવસ (Independence Day)ની ઉજવણી માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારના એડવાઇઝરી જાહેર કરી છે. તે રાજ્ય સરકારો, કેન્દ્ર શાસિત પ્રદેશો, સરકારી ઓફિસ અને રાજ્યાલને મોકલવામાં આવી છે. ગૃહ મંત્રાલયની એડવાઇઝરીમાં 15 ઓગસ્ટના સમયે સામુહિક કાર્યક્રમ આયોજિત ન કરવાની સલાહ આપવામાં આવી છે.
એડવાઇઝરીમાં સ્વતંત્રતા દિવસ ઉજવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલય તરફથી આ ગાઇડ લાઇન્સ દેશમાં કોરોના વાયરસના વધતા કેસને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો:- રાજ્યપાલને મળવા પહોંચ્યા CM અશોક ગેહલોત, બહાર કોંગ્રેસ ધારાસભ્યોનો જમાવડો
ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડ લાઇન્સમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના સંક્રમણના ખતરાને જોતા માસ્ક લગાવવું, સેનિટાઇઝેશન અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાનલ કરવું જરૂરી છે. સ્વતંત્રતા દિવસ પર ટોળું ભેગું ના થાય, તેનું ધ્યાન રાખવું પડશે. આ ઉપરાંત કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા પહેલાથી જાહેર દિશા-નિર્દેશોનું પાલન કરવું પણ જરૂરી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube