નવી દિલ્હી: ભારતે આજે દુનિયામાં ઐતિહાસિક મુકામ હાંસલ કર્યો છે. દેશે 100 કરોડ કોરોના રસીકરણના જાદુઈ આંકડાને પાર કર્યો છે. આંતરિયાળ પહાડી વિસ્તારોથી લઈને કાંઠા વિસ્તારો સુધી જે પ્રકારે રસીકરણ પૂરપાટ ઝડપે  ચાલી રહ્યું છે તે પ્રશંસનીય છે. આ વર્ષે 16 જાન્યુઆરીથી શરૂ થયેલા રસીકરણ બાદ અત્યાર સુધીમાં 100 કરોડથી વધુ ડોઝ લોકોને અપાઈ ચૂક્યા છે. દેશે 280 દિવસમાં આટલી મોટી સફળતા મેળવી. કદાચ આ જ પરિણામે અનેક રાજ્યોમાં નવા કેસની સંખ્યા તો 100 કરતા પણ ઓછી થઈ ગઈ છે. ભારતની કોરોના સામેની લડતમાં આમ તો તમામ રાજ્યોનું સારું યોગદાન છે પરંતુ કેટલાક રાજ્યોએ કોરોના રસીકરણના 9 મહિનામાં ખુબ ઝડપથી રસીકરણ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ યાદીમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યો સામેલ છે. દિલ્હીની વાત કરીએ તો અહી અત્યાર સુધીમાં 1.28 કરોડ કોરોના ડોઝ અપાઈ ચૂક્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 4.41 કરોડ પહેલો ડોઝ અને 2.35 કરોડ બીજો ડોઝ અપાઈ ચૂક્યા છે. 


                                        રસીકરણમાં ટોપ 10 રાજ્ય


રાજ્ય પહેલો ડોઝ (કરોડમાં) બીજો ડોઝ (કરોડમાં)
ઉત્તર પ્રદેશ 9.43 2.78
મહારાષ્ટ્ર 6.43 2.88
પશ્ચિમ બંગાળ 4.97 1.87
ગુજરાત  4.41 2.35
મધ્ય પ્રદેશ 4.94 1.77
બિહાર 4.80 1.54
કર્ણાટક 4.12 2.05
રાજસ્થાન 4.21 1.88
તમિલનાડુ 3.94 1.44
આંધ્ર પ્રદેશ 3.10 1.75

 


હાલ ભારતની 18+ વસ્તીના 74.9 ટકા ઓછામાં ઓછા એક ડોઝ લઈ ચૂક્યા છે. જ્યારે 30.9 ટકા લોકો સંપૂર્ણ વેક્સીનેટેડ થઈ ગયા છે. 


100 crore Corona Vaccination in India: કોરોના રસીકરણમાં ભારતે ઈતિહાસ સર્જી નાખ્યો, 100 કરોડ ડોઝનો આંકડો કર્યો પાર, PM મોદીએ કહી આ વાત


આ પ્રકારે ચાલ્યું કોરોના રસીકરણ અભિયાન
- ભારતમાં 16 જાન્યુઆરીના રોજ રસીકરણ શરૂ થયું હતું. તે સમયે સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રન્ટલાઈન વોરિયર્સને રસી અપાઈ.
- ત્યારબાદ પહેલી માર્ચથી રસીકરણનો બીજો તબક્કો શરૂ થયો. જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને કોઈને કોઈ ગંભીર બીમારી સામે ઝઝૂમતા 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી અપાઈ.


Aryan Khan Case: આર્યન ખાનને જામીન કેમ ન મળ્યા? આ 5 કારણોને લીધે ગૂંચવાયું છે કોકડું 

- એક એપ્રિલથી દેશમાં 45 વર્ષથી વધુ વયના તમામ લોકોને રસી આપવાનું શરૂ કરાયું. 
- ભારતમાં એક મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસી આપવાની જાહેરાત કરાઈ. જો કે શરૂઆતમાં તેને દેશના સૌથી વધુ સંક્રમિત શહેરોથી શરૂ કરાયું હતું. 
- હાલના સમયમાં દેશના 63,467 સેન્ટર્સ પર રસી અપાઈ રહી છે. જેમાંથી 61,270 સરકારી અને 2197 પ્રાઈવેટ સેન્ટર્સ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube