નવી દિલ્હી : ભારત અને રશિયા પોતાની પારંપારિક મિત્રતાને ફરી એકવાર સાબિત કરવા જઇ રહ્યું છે. અમેરિકી પ્રતિબંધનો ખતરો હોવા છતા ભારતે રશિયા પાસેથી પાંચ S- 400 ટ્રાયમ્ફ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ પ્રાપ્ત કરવાની દિશામાં પગલું ઉઠાવ્યું છે. આ ડીલ 39 હજાર કરોડ રૂપિયાની છે. હવે સંરક્ષણ મંત્રાલય આ સોદાની રાહમાં રૂકાવટ દુર કરવામાં લાગેલું છે. સુત્રો અનુસાર સંરક્ષણ ખરીદ પરિષદ (ડીએસી)એ એસ 400નાં સોદા સાથે જોડાયેલા કેટલાક સામાન્ય પરિવર્તનોને પરવાનગી આપી દીધી છે. ડીએસીની અધ્યક્ષા  સંરક્ષણમંત્રી નિર્મલા સીતારમણ છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનાં એક રિપોર્ટ અનુસાર સુત્રોનું કહેવું છે કે એસ 400 સોદાનો મુદ્દો હવે ક્લિયરન્સ માટે નાણામંત્રાલસ પાસે જશે. વડાપ્રધાનનાં નેતૃત્વવાળી સંરક્ષણ મુદ્દાની સમિતી ત્યાર બાદ પોતાની મંજુરી આપશે. જો કે સૌથી મહત્વની બાબત છે કે ડીએસીની બેઠક અમેરિકાનાં તે નિર્ણયનાં એક દિવસ બાદ થઇ, જેમાં ટ્રમ્પે પહેલી ટૂ પ્લસ ટૂ બેઠકને રદ્દ કરી દીધી હતી. આ બેઠકમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ અમેરિકી કાઉન્ટરપાર્ટ સાથે 6 જુલાઇના રોજ બેઠક કરવાની હતી. 

આ ડિફેન્સ સિસ્ટમ ભારત માટે ખુબ જ જરૂરી
ભારત - રશિયા સાથે જે ડિફેન્સ સિસ્ટમ ખરીદવા જઇ રહી છે કે તે દુશ્મનનાં રણનીતિક જહાજો, જાસુસી હવાઇ જહાજ, મિસાઇલો અને ડ્રોનને 400 કિલોમીટરની રેન્જ અને હવાથી 30 કિલોમીટર ઉપર જ નષ્ટ કરવામાં આવી શકે છે. આ સિસ્ટમને ભારત માટે એક મોટી ગેમચેન્જર સ્વરૂપે જણાવવામાં આવ્યું હતું. 

વડાપ્રધાન મોદી અને પુતિન વચ્ચે વાતચીત બાદ સંમતી સધાઇ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે ગોવામાં 2016માં થયેલી આ બેઠકમાં એસ 400 ડિફેન્સ સિસ્ટમને ખરીદવા અંગે સંમતી સધાયેલી છે. બીજી તરફ અમેરિકાએ આ પ્રોજેક્ટ અંગે આગળ વધવા પર પ્રતિબંધ લગાવવાની ધમકી આપેલી છે.

અમેરિકી કાયદાથી આ પ્રોજેક્ટ અધરમાં લટકેલો છે
અમેરિકા પોતાનાં એક કાયદા સીએએટીએસએ (કાઉન્ટરિંગ અમેરિકાઝ અડવર્સરીઝ થ્રૂ સેન્સેક્સ એક્ટ) દ્વારા બીજા દેશોને રશિયા સાથે હથિયાર ખરીદવાનાં પ્રયાસો કરી રહ્યા છે. આ કારણે ભારત અને રશિયાની વચ્ચે ઘણા મહત્વનાં પ્રોજેક્ટ હવામાં લટકી ગયા છે.