નવી દિલ્લીઃ  દિલ્લીમાં આવતીકાલે ઈન્ડિયા ગઠબંધન કરશે શક્તિ પ્રદર્શન... દિલ્લીના રામલીલા મેદાનમાં ફરી એકવાર વિપક્ષી એકતાની તસવીર જોવા મળશે. જ્યાં તાનાશાહી હટાવોના નારા સાથે વિપક્ષ એકજૂટ થશે... આ મહારેલીમાં વિપક્ષી પાર્ટીઓના નેતાઓ હાજર તો રહેશે.. પરંતુ સૌથી વધુ કેન્દ્રમાં રહેશે સુનિતા કેજરીવાલ અને કલ્પના સોરેન... જેમના પતિ ઈડીના સકંજામાં છે... રામલીલા મેદાનથી મહિલા શક્તિને સાથે રાખીને વિપક્ષ મોદી સરકાર પર વાર કરશે... ત્યારે કેવી છે વિપક્ષી મહારેલીની તૈયારી,, જોઈએ આ ખાસ રિપોર્ટમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણી માટે બેઠક વહેંચણીને લઈને ઈન્ડિયા ગઠબંધનમાં ભલે ગમે તેટલી ખેંચતાણ હોય... ભલે ક્યાંક ગઠબંધન તૂટ્યું હોય... પરંતુ દિલ્લીમાં તમામ વિપક્ષી દળો એકતાનો સંદેશ આપશે. મોદી સરકારની વિરુદ્ધ હુંકાર ભરવા INDIA ગઠબંધન સહિત અલગ અલગ વિપક્ષી પાર્ટીઓ એક મંચ પર આવશે... જેની તૈયારીઓ થઈ ગઈ છે..  પોલીસ મંજૂરી મળ્યા બાદ દિલ્લીના રામલીલી મેદાનમાં ખુરશીઓ ગોઠવાઈ ગઈ છે.. બેઠક વ્યવસ્થા પૂર્ણ થઈ ગઈ છે.. આપ નેતાઓએ સુરક્ષાની ચકાસણી કરી લીધી છે.. હવે રાહ છે આવતીકાલના વિપક્ષના શક્તિ પ્રદર્શનની.


રવિવારે રામલીલી મેદાનમાં યોજાનારી મહારેલીમાં INDIA બ્લોકના 13 દળો સામેલ થશે... 'તાનાશાહી હટાઓ, લોકતંત્ર બચાવો'ના સૂત્ર સાથે એક થઈને મોદી સરકાર સામે અવાજ ઉઠાવશે. જેમા કોંગ્રેસ તરફથી મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી સામેલ થશે.. તો NCPમાંથી શરદ પવાર, શિવસેનામાંથી ઉદ્ધવ ઠાકરે- આદિત્ય ઠાકરે હાજર રહેશે.. જ્યારે કે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, આરજેડી નેતા તેજસ્વી યાદવ, નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂખ અબ્દુલ્લા હાજર રહેશે.. આ તરફ ઝારખંડના મુખ્યમંત્રી ચંપઈ સોરેન અને હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન પણ મંચ પર દેખાશે... જ્યારે કે CPM તરફથી સીતારામ યેચુરી, CPIના ડી.રાજા ઉપસ્થિત રહેશે.. આ ઉપરાંત પંજાબના સીએમ ભગવંત માન પણ હાજર રહેશે. મહત્વનું છે કે, થોડા દિવસ અગાઉ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ઈડીએ ધરપકડ કરી હતી... જેમણે ધરપકડ પહેલા રાજીનામું આપી દીધું.. તેમના પત્ની કલ્પના સોરેન આ મહારેલીમાં સંબોધન કરશે.


આ પણ વાંચોઃ દિલ્હીથી જીતનારા સાંસદને પંજાબમાં ઉતાર્યા.. સની દેઓલની ટિકિટ કપાઈ, ભાજપની આઠમાં યાદી


એક તરફ મોદી સરકાર અને ભાજપને ઘેરવા વિપક્ષી દમદાર તૈયારી કરી લીધી છે... બીજી તરફ ભાજપ આ મહારેલીને ભ્રષ્ટાચારીઓની મહારેલી ગણાવી રહ્યું છે.. ભાજપે INDIA ગઠબંધનને ઠગબંધન કહીને નિશાને લીધું.


થોડા સમય પહેલા પંજાબમાં ભગવંત માનની સરકારે ભલે કોંગ્રેસના ધારાસભ્ય સુખપાલ ખેરાની 8 વર્ષ જૂના કેસમાં ધરપકડ કરી હોય.. તે સમયે કોંગ્રેસે આમઆદમી સરકારની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા હતા... વળી કેજરીવાલ પર દારૂકાંડને લઈને મોટા મોટા ખુલાસા કર્યા હતા.... પરંતુ હવે કોંગ્રેસ જ નહીં પરંતુ તમામ વિપક્ષી દળો એકસાથે મળ્યા છે અને મોદી સરકાર પર તપાસ એજન્સીઓનો દુરૂપયોગનો આરોપ લગાવી રહ્યા છે. વિપક્ષનો આક્ષેપ છે કે, મોદી સરકાર વિપક્ષને ખતમ કરવા માગે છે.. જોકે ભ્રષ્ટાચાર મુદ્દે ચાલતા આ રાજકીય કાવાદાવામાં કોને ફાયદો થાય છે અને કોને નુકસાન તે 4 જૂને ખબર પડશે.