મેડ્રીડઃ ભારતે પ્રથમ વખત ક્લાઈમેટ ચેન્જ પરફોર્મન્સ ઈન્ડેક્સ (Climate Change Performance Index-CCPI)ની 57 દેશોની યાદીમાં ટોપ-10માં સ્થાન હાંસલ કર્યું છે. મંગળવારે મેડ્રીડ(Madrid) ખાતે ચાલી રેહલી COP25 ક્લાઈમેટ સમિટમાં (COP25 Climate Summit) આ સૂચકાંક(Index) જાહેર કરાયો હતો. વર્તમાન માથાદીઠ ઉત્સર્જનનું પ્રમાણ અને ઉર્જાના વપરાશના આધારે 'હાઈ કેટેગરી' (High Catagory) સાથે ભારતે(India) આ સુચકાંકમાં 9મું સ્થાન હાંસલ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્પેનની રાજધાની મેડ્રીડમાં આ સુચકાંક જાહેર કરતા જણાવાયું છે કે, 2030ના લક્ષ્યાંકોની સરખામણીએ આ પ્રદર્શન ઘણું જ નબળું છે. ભારતે(India) ગ્રીન હાઉસ ગેસના(GHG) ઉત્સર્જન(Emission) અને ઉર્જાના વપરાશની(Energy use) કેટેગરીમાં હાઈ રેટિંગ મેળવ્યું છે. ભારત સરકારે હજુ ફોસિલ ફ્યુઅલ સબસિડી માટેનો રોડમેપ તૈયાર કરવાનો બાકી છે. કેમ કે ભારત હજુ ઉર્જા ઉત્પાદનમાં કોલસા પર સૌથી વધુ આધાર રાખી રહ્યું છે. 


જળવાયુ નીતિમાં(Climate Policy) ફેરફાર કરવો પડશે. 57 દેશોમાંથી 31 દેશ સૌથી વધુ કાર્બન ઉત્સર્જન(Carbon Emission) કરી રહ્યા છે અને વિશ્વના 90 ટકા કાર્બન ઉત્સર્જનમાં તેઓ ભાગીદાર છે. યુરોપિયન યુનિયનમાં બુલ્ગારિયા(49) અને પોલેન્ડ(50)નું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે. 


વિશ્વમાં એક પણ દેશ જળવાયુ પરિવર્તનને કાબુમાં લેવા માટે નક્કી કરવામાં આવેલા તમામ ધોરણોમાં ખરો ઉતર્યો નથી. આ કારણે જ યાદીમાં પ્રથમ ત્રણ સ્થાન ખાલી રાખવામાં આવ્યા છે. ચોથા ક્રમાંકથી યાદી શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રથમ ક્રમે સ્વીડન છે અને તેના પછી ડેનમાર્ક આવે છે. ચીને તેના રેન્કિંગમાં થોડો સુધારો કર્યો છે અને 30મા ક્રમે આવ્યું છે. 


ક્લાઈમેટ ચેન્જ પરફોર્મન્સમાં ટોપ-10 દેશ 
1થી 3 સ્થાન ખાલી 
4. સ્વીડન
5. ડેનમાર્ક
6. મોરોક્કો
7. યુનાઈટેડ કિંગડમ
8. લિથુઆનિયા
9. ભારત
10. ફિનલેન્ડ 


[[{"fid":"244662","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


જી20 દેશોમાં માત્ર યુનાઈટેડ કિંગડમ(7) અને ભારત(9)નું જ પ્રદર્શન સારું રહ્યું છે. તેમને હાઈ કેટેગરીમાં મુકવામાં આવ્યા છે. જ્યારે બાકીના 8 દેશ સુચકાંકમાં સૌથી ખરાબ કેટેગરીમાં મુકવામાં આવ્યા છે. 


નીચેના ધોરણે તૈયાર થાય છે સુચકાંક 


  • ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન(40%)

  • રિન્યુએબલ એનર્જી(20%)

  • ઉર્જા વપરાશ(20%)

  • ક્લાઈમેટ પોલિસી(20%)


ગુજરાત સરકાર પર અધધધ 2 લાખ કરોડથી વધુનું દેવું છે,  સરકારે બે વર્ષમાં ચૂકવ્યું 35 હજાર કરોડ વ્યાજ... જુઓ વીડિયો


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....