નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે દિલ્હીમાં ટુ પ્લસ ટુ મંત્રી સ્તરની બેઠક(India USA 2+2 dialogue) થઈ રહી છે. સોમવારે બંને દેશોના રક્ષા અને વિદેશ મંત્રીઓ વચ્ચે મહત્વની  બેઠક થઈ. જેમાં બંને દેશોએ અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી. બેઠક અગાઉ બંને દેશો વચ્ચે સૈન્ય કરાર બેકા(BECA) અંગે સહમતિ બની ગઈ છે. જેના પર આજે હસ્તાક્ષર થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાની રસી પર કેન્દ્રીય મંત્રીએ કરી મોટી જાહેરાત, બધાને વિના મૂલ્યે મળશે


શું છે આ BECA કરાર? 
ટુ પ્લસ ટુ વાર્તામાં બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ (BECA) કરાર થવા જઈ રહ્યો છે. જેનાથી ચીન અને પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી શકે છે. આ સમજૂતિથી અમેરિકી સેટેલાઈટો દ્વારા ભેગી કરાયેલી જાણકારી ભારત સાથે શેર કરી શકાશે. આ સાથે જ અમેરિકાના સંવેદનશીલ સંચાર ડેટા સુધી ભારતની પહોંચ થશે. તેનાથી ભારતીય મિસાઈલોની ક્ષમતા સટીક અને ખુબ જ કારગર નીવડશે. આ સમજૂતિ બંને દોશોના સશસ્ત્ર દળો વચ્ચે વિસ્તારિત ભૂ-સ્થાનિક જાણકારી શેર કરવાની મંજૂરી આપશે. 


મહેબૂબા મુફ્તીએ પરિવાર સાથે પાકિસ્તાન જતા રહેવું જોઈએ: DyCM નીતિન પટેલ 


રક્ષા અને વિદેશ મંત્રીઓ વચ્ચે મુલાકાત
ટુ પ્લસ ટુ મંત્રી સ્તરની બેઠક દરમિયાન સોમવારે રક્ષામંત્રી રાજનાથ સિંહએ અમેરિકી રક્ષામંત્રી માર્ક એસ્પર સાથે મુલાકાત કરી. જેમાં બંને દેશો વચ્ચે BECA એટલે કે Basic Exchange and Cooperation Agreement પર હસ્તાક્ષર કરવાની સહમતિ બની ગઈ. ત્યારબાદ મોડી સાંજે અમેરિકી વિદેશ સચિવ માઈક પોમ્પિઓ(Mike Pompeo) એ ભારતીય વિદેશમંત્રી એસ જયશંકર(S Jaishankar) સાથે મુલાકાત કરી. જેમાં બંને દેશોએ છેલ્લા ચાર વર્ષમાં દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી. આ સમીક્ષામાં બંને દેશ વેપાર, ઉર્જા, રક્ષા અને શિક્ષણ સહિત લગભગ દરેક ક્ષેત્રમાં થયેલા વિકાસથી સંતુષ્ટ હતા. આ મુલાકાતમાં ચીનની વધતી આક્રમકતા, અને તેના પડકારને પહોંચી વળવા માટે 'Quad' દેશો ઉપર પણ  ચર્ચા કરવામાં આવી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube