પુતિનનો `પાવર પેક` ભારત પ્રવાસ, બંને દેશો વચ્ચે રેકોર્ડ 28 ડીલ ફાઇનલ
આતંકવાદના મુકાબલા પર બંને દેશોએ ભાર આપ્યો અને સ્પષ્ટ કર્યુ કે, આ સંયુક્ત હિતનું ક્ષેત્ર છે. સાથે ભારત અને રશિયા (India and Russia) ને મળીને આતંકવાદ વિરુદ્ધ લડવાની જરૂર છે.
નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે રેકોર્ડ 28 સમજુતી થઈ છે, જેમાં વ્યાપાર, ઉર્જા, કલ્ચર, એજ્યુકેશન ક્ષેત્રના કરાર સામેલ છે. પીએમ નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિન (Vladimir Putin) ની વચ્ચે સોમવારે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં શિખર વાર્તા થઈ છે.
વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ આ બેઠકમા કહ્યુ કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત યાત્રા ખુબ ઉપયોગી રહી. તેમણે કહ્યુ કે, ભારત અને રશિયા વચ્ચે 28 સમજુતી પર હસ્તાક્ષર થયા છે. સાથે ઉર્જાના રણનીતિક ક્ષેત્રમાં બંને દેશોના પરસ્પર સહયોગને લઈને વિસ્તારથી ચર્ચા થઈ છે.
આ પણ વાંચોઃ દુનિયા બદલી, પરંતુ આપણી દોસ્તી નહીં... પુતિનને મળી બોલ્યા PM મોદી
વિદેશ સચિવે જણાવ્યુ કે પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ પુતિને અફઘાનિસ્તાન પર ભારત અને રશિયા વચ્ચે પરામર્શ અને સમન્વય જારી રાખવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય બંને પક્ષોનું સ્પષ્ટ રીતે માનવુ છે કે અફઘાન ક્ષેત્રનો ઉપયોગ આતંકવાદીઓને આસરો, ટ્રેનિંગ કે આતંકવાદી હરકતોના પ્લાનિંગ માટે ન કરવુ જોઈએ.
આતંકવાદના મુકાબલા પર બંને દેશોએ વધુ ભાર આપ્યો અને સ્પષ્ટ કર્યુ કે, આ સંયુક્ત હિતનું ક્ષેત્ર છે. સાથે મળીને આતંકવાદની વિરુદ્ધ લડવાની જરૂર છે. આ શિખર વાર્તામાં પૂર્વી લદ્દાખના ગતિરોધનો મુદ્દો ઉઠ્યો કે નહીં તેના પર વિદેશ સચિવ શ્રૃંગલાએ કહ્યુ કે, અમે સુરક્ષા સંબંધિત તમામ મુદ્દા પર ચર્ચા કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube