બોર્ડર પર તણાવ વચ્ચે ભારત, રશિયા પાસેથી ખરીદશે 33 ફાઇટર પ્લેન, પુતિને PM મોદી સાથે કરી વાત
લદ્દાખમાં ચીનની સાથે તણાવની વચ્ચે ભારતે રશિયા પાસેથી 33 લડાકૂ વિમાન ખરીદવાનો નિર્ણય કર્યો છે. તેના હેઠસ્ળ 21મિગ-29 અને 12 સુખોઇ-30એમકેઆઇ ફાયર એરક્રાફ્ટ ખરીદવામાં આવશે.
નવી દિલ્હી: લદ્દાખમાં ચીનની સાથે તણાવની વચ્ચે ભારતે રશિયા પાસેથી 33 લડાકૂ વિમાન ખરીદવાનો નિર્ણય કર્યો છે. તેના હેઠસ્ળ 21મિગ-29 અને 12 સુખોઇ-30એમકેઆઇ ફાયર એરક્રાફ્ટ ખરીદવામાં આવશે. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્હાદિમીર પુતિને અને પીએમ મોદી વચ્ચે ફોન પર વાતચીત થઇ. હતી. આ દરમિયાન પુતિને કહ્યું કે તે બંને દેશો વચ્ચે વિશિષ્ટ રણનીતિક ભાગીદારી માટે પ્રતિબદ્ધ છે. બંને નેતા દ્વિપક્ષીય કરારને ગતિ આપવા માટે સહમત છે. આ વર્ષે ભારતમાં બંને દેશોની દ્વિપક્ષીય શિખર વાર્તા પણ થવાની છે.
સીમા પર તણાવ
આ દરમિયાન લાઇફ ઓફ એક્ચુલ કંટ્રોલ (LAC) ને પાર ચીને પોતાની ફૌજની સંખ્યા વધારી દીધી છે. ગલવાન ઘાટીમાં ચીને ફક્ત પોતાના સૌનિકોને ગોઠવે દીધા છે પરંતુ જમીનથી હવામાં મારનાર મીસાઇલો, એન્ટી એરક્રાફ્ટ ગનોની જોરદાર તૈનાતી કરી છે. ચીનની સેના મોટી સંખ્યા તાદાદ એક્સાઇ ચિનમાં ખુરનાક ફોર્ત પર એકઠી કરવામાં આવી છે. રોકેટ ફોર્સની મોટી સંખ્યા પણ એલએસી પાસે લાવવામાં આવી છે.
ગલવાન ઘાટીમાં ચીને લાંબા અંતર સુધી ચીની જમીનથી હવામાં મારનાર HQ-9 અને HQ-16 મિસાઇલો તૈનાત કરી છે. HQ-9 મિસાઇલની રેંજ 200 કિમી સુધી છે અને તેની રડાર ફાઇટર એરક્રાફ્ટ, હેલિકોપ્ટર, સ્માર્ટ બોમ્બ અથવા ડ્રોનને સરળતાથી પકડી શકે છે. HQ-16 મધ્યમ દૂરી સુધી જમીનથી હવામાં માર કરનાર મિસાઇલ છે જેની રેંજ 40 કિલી સુધી છે. ચીન પોતાની રોકેટ ફોર્સ પર સૌથી વધુ વિશ્વાસ કરે છે. 2016માં પીપુલ્સ લિબરેશન આર્મી રોકેટ ફોર્સ 9(PLARF)ને અલગ સંગઠન બનાવવામાં આવ્યું છે અને તેની પાસે દુનિયામાં સૌથી મોટો રોકેટ ભંડાર છે. ચીને પોતાના ભારે તોપખાનામાં પણ ભારે એલએલસી પાસે એવી જગ્યાઓ તૈનાત કરી છે જ્યાં ગલવાન ઘાટી અને પેંગાંગ સરોવરના કિનારે ભારતીય સેનાના અડ્ડાઓ પર ગોળીબારી કરી શકાય.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube