India Australia Virtual Summit: ઓસ્ટ્રેલિયાના પીએમનો પ્રસ્તાવ, હિંદ પ્રશાંત ક્ષેત્રમાં નરેન્દ્ર મોદી કરે લોકતાંત્રિક દેશોનું નેતૃત્વ
પીએમ નરેન્દ્ર મોદી સાથે બીજી વર્ચ્યુઅલ શિખર બેઠકમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને યુક્રેન હુમલા માટે રશિયાને જવાબદાર ઠેરવ્યું છે. મોરિસને હિંદ પ્રશાંત મહાસાગરની સ્થિતિને જોડીને પીએમ મોદી સામે આ ક્ષેત્રમાં લોકતાંત્રિક દેશોનું નેતૃત્વ કરવાનો પ્રસ્તાવ પણ રાખ્યો છે.
નવી દિલ્હીઃ યુક્રેન પર હુમલાને લઈને રશિયાને ઘેરવામાં લાગેલા અમેરિકા તથા તેના સહયોગી દેશ ભારત પર સતત દબાવ બનાવવાની રણનીતિ અપનાવી રહ્યાં છે. પીએમ નરેન્દ્ર મોદીની સાથે વર્ચ્યુઅલ શિખર બેઠકમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને યુક્રેન પર હુમલો કરવા માટે રશિયાને સીધી રીતે જવાબદાર ઠેરવ્યુ છે. મોરિસને આ ઘટનાક્રમને હિંદ-પ્રશાંત મહાસાગરની સ્થિતિને જોડીને પીએમ મોદીને આ ક્ષેત્રમાં લોકતાંત્રિક દેશોનું નેતૃત્વ કરવાનો પ્રસ્તાવ પણ રાખ્યો છે.
શિખર બેઠકમાં ચીનના આક્રમક વલણ અને હિંદ પ્રશાંત ક્ષેત્રમાં તેની વધતી ગતિવિધિઓને લઈને પણ ખુલીને ચર્ચા થઈ છે. બંને દેશો વચ્ચે ચીન પર આર્થિક નિર્ભરતા ઓછી કરવા અને આપસી કારોબાર તથા સૈન્ય સહયોગને ગાઢ બનાવવા સહિત બીજા મુદ્દા પર પણ ચર્ચા થઈ છે.
યુક્રેન અને રશિયા વચ્ચે વિવાદ પર ભારતે અત્યાર સુધી પોતાની સ્વતંત્ર તથા તટસ્થ કૂટનીતિનું પાલન કર્યુ છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તે રશિયાની વિરુદ્ધ કોઈપણ વોટિંગમાં હાજર રહ્યું નથી. સાથે ભારત હવે રશિયા પાસેથી કાચુ તેલ પણ ખરીદી રહ્યું છે. આ વાત અમેરિકા તથા બીજા પશ્ચિમી દેશોને ખટકી રહી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube