નવી દિલ્હી: સરહદ પર કારણ વગરનો તણાવ પેદા કરી રહેલા ચીન (China) ને હવે શાંતિની ભાષા સમજમા આવવા લાગી છે. શનિવારે લદાખમાં થયેલી મિલેટ્રી કમાન્ડર લેવલની મીટિંગની અસર જોવા મળી રહી છે. હવે ચીન શાંતિપૂર્ણ રીતે વિવાદનો ઉકેલ લાવવા માટે તૈયાર છે. વિદેશ મંત્રાલય (MEA)એ આજે કહ્યું કે બંને પક્ષ 'દ્વિપક્ષીય કરાર મુજબ સરહદી વિસ્તારોમાં શાંતિપૂર્ણ સમાધાન પર સહમત' છે. MEA મુજબ બંને દેશો વચ્ચે મિલેટ્રી કમાન્ડર લેવલની વાતચીત ખુબ જ શાંતિપૂર્ણ અને ઉષ્માભર્યા માહોલમાં થઈ. ચીને લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર ગત કેટલાક અઠવાડિયાઓથી આક્રમક વલણ અપનાવેલુ હતું. અનેક દોરની વાતચીતથી પણ કોઈ પરિણામ આવ્યું નહતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશ મંત્રાલયનું નિવેદન
એક નાનકડું નિવેદન બહાર પાડીને MEAએ કહ્યું કે બંને દેશોના મિલેટ્રી કમાન્ડર્સ એ વાત પર સહમત થયા છે કે પૂર્વ લદાખમાં ચાલી રહેલા સરહદ વિવાદનો ઉકેલ શાંતિપૂર્વક, દ્વિપક્ષીય કરારના આધારે લાવવામાં આવશે. દ્વિપક્ષીય સંબંધોના સંપૂર્ણ વિકાસ માટે ભારત-ચીન સરહદ વિસ્તારમાં શાંતિ જરૂરી છે. મંત્રાલયે કહ્યું કે બંને પક્ષોએ ડિપ્લોમેટિક સંબંધોની 70મી વર્ષગાઠને પણ યાદ કરી. બંને દેશો એ વાત પર સહમત થયા કે આ મુદ્દાનો જલદી ઉકેલ લાવવાથી સંબંધો આગળ વધશે. 


હજુ પણ ચાલુ રહેશે વાતચીત
વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે ચીન સાથે મિલેટ્રી અને ડિપ્લોમેટિક લેવલ પર વાતચીત ચાલતી રહેશે. લદાખમાં સરહદ પર બંને દેશો તરફથી ભારે સંખ્યામાં સૈનિકોનો જમાવડો થયો છે. તેમને પાછા બોલાવવા પર નિર્ણય લેવાયો છે કે નહીં તેના પર જો કે વિદેશ મંત્રાલયે કઈ કહ્યું નથી. માનવામાં આવી રહ્યું છે કે આગામી દોરની વાતચીતમાં તણઆવ ઓછો કરવાની એક રૂપરેખા તૈયાર થઈ શકે છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube