નવી દિલ્હી: ચીન (China) સાથે સરહદ વિવાદ વચ્ચે ભારતે મોટું પગલું ભર્યું છે. ભારતીય વાયુસેનાએ બુધવારે પૂર્વ વાયુ કમાન (EAC) હેઠળ હાસીમારાના વાયુસેના સ્ટેશનમાં રાફેલ (Rafale) વિમાનને પોતાની 101 સ્ક્વોડ્રનમાં સામેલ કર્યા. પશ્ચિમ બંગાળમાં હાસીમારા પાસે પહેલા મિગ 27 સ્ક્વોડ્રન હતી. જેને હવે સેવામુક્ત કરાઈ છે. તે ભૂટાન સાથે નિકટતાના કારણે વાયુસેનાના સંચાલન માટે એક રણનીતિક આધાર છે. ચુંબી ઘાટી, જ્યાં ભારત, ભૂટાન અને ચીન વચ્ચે એક ત્રિકોણીય જંકશન છે ડોકલામ નજીક છે, જ્યાં 2017માં ગતિરોધ થયો હતો. ત્રણેય દેશો માટે ત્રિકોણીય જંકશન ચિંતાનો વિષય રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ આર કે એસ ભદૌરિયાએ કહ્યું કે પૂર્વ ક્ષેત્રમાં ભારતીય વાયુસેનાની ક્ષમતાને મજબૂત કરવાના મહત્વને ધ્યાનમાં રાખતા હાસીમારામાં રાફેલને સામેલ કરવાની સાવધાનીપૂર્વક યોજના બનાવવામાં આવી છે. તેઓ ક્ષેત્રમાં ચીનથી જોખમ વિશે વાત કરી રહ્યા હતા. ભારત અને ચીન છેલ્લા દોઢ વર્ષથી સરહદ વિવાદમાં ગૂંચવાયેલા છે અને તણાવ ઓછો કરવા માટે અને મુદ્દાના ઉકેલ માટે રાજનીતિક અને સૈન્ય સ્તરે વાતચીત ચાલુ છે. 


દેશના Mysterious Temples, જ્યાં ઘટે છે અવિશ્વસનીય ઘટનાઓ, ગુજરાતનું આ મંદિર પણ છે જાણીતુ


101 સ્કવોડ્રન રાફેલ વિમાનથી લેસ થનારી બીજી આઈએએફ સ્ક્વોડ્રન
101 સ્ક્વોડ્રન રાફેલ વિમાનથી લેસ થનારી બીજી આઈએએફ સ્ક્વોડ્રન છે. સ્ક્વોડ્રનની રચના 1 મે 1949ના રોજ પાલમમાં કરાઈ હતી અને ભૂતકાળમાં હાર્વર્ડ, સ્પિટફાયર, વેમ્પાયર, સુખોઈ-7, અને મિગ 21 એમ વિમાનોનું સંચાલન કરી ચૂકી છે. આ સ્ક્વોડ્રનના ગૌરવશાળી ઈતિહાસમાં 1965 અને 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધોમાં સક્રિય ભાગીદારી સામેલ છે. 29 જુલાઈ 2020ના રોજ પાંચ રાફેલ વિમાનોની પહેલી બેચ ઉતર્યા બાદ પહેલી સ્ક્વોડ્રન અંબાલામાં બનાવવામાં આવી હતી. આ વિમાનોને 10 સપ્ટેમ્બરના રોજ અંબાલા એરબેસ પર 17 ગોલ્ડન એરો સ્ક્વોડ્રનમાં સામેલ કરાયા હતા. 


Corona: ત્રીજી લહેરની દહેશત વચ્ચે બાળકો માટેની કોરોના રસી વિશે આવ્યા સારા સમાચાર 


ભારતે ખરીદ્યા છે 36 રાફેલ
ભારતે લગભગ 58000  કરોડ રૂપિયાના ખર્ચે 36 રાફેલ ફાઈટર વિમાનોની ખરીદી માટે સપ્ટેમ્બર 2016માં ફ્રાન્સ સાથે એક આંતર સરકારી કરાર કર્યો હતો. રાફેલ 4.5 પેઢીનું વિમાન છે અને તેમાં અત્યાધુનિક હથિયારો, સારી સેન્સર અને સંપૂર્ણ રીતે એકીકૃત આર્કિટેક્ટર છે, આ એક સર્વભૂમિકાવાળું વિમાન છે જેનો અર્થ છે કે તે એક સાથે ઓછામાં ઓછા ચાર મિશનને અંજામ આપી શકે છે. ફાઈટર વિમાન હેમર મિસાઈલોથી લેસ છે અને તે દૂરથી આવતા લક્ષ્યોને સાધવામાં પણ સક્ષમ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube