નવી દિલ્હી: ભારત-ચીન વચ્ચે LAC પર ગત થોડા મહિનાથી ચાલી રહેલા ગતિરોધ વચ્ચે ભારત સરકારે ચીનને એક મોટો આંચકો આપવાની તૈયારી કરી લીધી છે. બુધવારે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે તે કેટલાક 'વિશ્વસનીય' ટેલિકોમ વેંડર્સની યાદી બનાવશે, જ્યાંથી ટેલિકોમ સાથે જોડાયેલા ઉપકરણો ખરીદી શકાય. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે સરકારે આ નિર્ણય બાદ આગામી દિવસોમાં દિવસોમાં ચીની ટેલિકોમ વેંડર્સને મોટો આંચકો લાગી શકે છે. સરકાર આ યાદી જાહેર કરી ઘણા ટેલિકોમ વેંડર્સને બ્લેકલિસ્ટ પણ કરી શકે છે.  

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

JEE Main Exam 2021 Updates: હવે 1 વર્ષમાં 4 વખત આપી શકે JEE એક્ઝામ, જાણો શિડ્યૂલ


કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ (Ravi Shankar Prasad) એ પત્રકાર પરિષદમાં કહ્યું કે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્વિત કરવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખતાં, કેબિનેટે ટેલિકોમ ક્ષેત્ર માટે સિક્યોરિટી ડાયરેક્ટિવ્સ  (National Security Directive) ને મંજૂરી આપી દીધી છે. 


તેના હેઠળ, સપ્લાઇ ચેન સિક્યોરિટી બનાવી રાખવા માટે સરકાર ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરના ફાયદા માટે વિશ્વસનીય સ્રોતો, વિશ્વસનીય ઉત્પાદનોની એક યાદી જાહેર કરશે. તેમણે કહ્યું કે આ પ્રકારના કેટલાક સ્ત્રોતોની એક યાદી હશે જેમની પાસે કોઇ ખરીદી કરી શકાશે નહી. 


Farmers Protest: ખેડૂતોના સમર્થનમાં સંત રામ સિંહે કરી આત્મહત્યા, જાતે મારી ગોળી


જોકે કેન્દ્રીય મંત્રીએ કોઇપણ કંપની અથવા દેશનું નામ લીધું નથી, જ્યાંથી ઉપકરણોની ખરીદીની પરવાનગી નહી હોય. પરંતુ ભારત સરકારના અધિકારીઓએ ખાનગી રીતે હુઆવેઇ (Huawei) ના બ્લેકલિસ્ટ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે અમેરિકાનાએ પણ હુવાવેઇ પર ચીન માટે જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube