JEE Main Exam 2021 Updates: હવે 1 વર્ષમાં 4 વખત આપી શકે JEE એક્ઝામ, જાણો શિડ્યૂલ
જેઇઇ મેન પરીક્ષા 2021 (JEE Main Exam 2021)ના માટે રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયું છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર NTA ની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: દેશભરની વિભિન્ન એન્જીનિયરિંગ કોલેજોમાં એડમિશન માટે આયોજિત કરવામાં આવનાર જેઇઇ મેન પરીક્ષા 2021 (JEE Main Exam 2021)માં 4 વાર થશે. આ પરીક્ષા ફેબ્રુઆરીથી મે સુધી આયોજિત કરવામાં આવશે. આ ચાર મહિનાઓમાં અલગ-અલગ પરીક્ષા કેન્દ્રો પર જેઇઇ મેન પરીક્ષા આયોજિત કરવામાં આવશે.
મરજી મુજબ સિલેક્ટ કરી શકશો મહિનો
એમએચઆરડી (Ministry of Human Resource Development)એ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને નિર્દેશ આપ્યા છે કે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, અને મે મહિનામાં પરીક્ષા આયોજિત કરવામાં આવે. પહેલી જેઇઇ મેન પરીક્ષા 2021 (JEE Main Exam 2021) 23 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી વચ્ચે આયોજિત કરવામાં આવશે. વિદ્યાર્થીઓને રાહત આપતાં નિર્ણય લેવામાં આવ્યો છે કે તે પોતાની મરજીથી ગમે ત્યારે આ ચાર આયોજનોમાં પરીક્ષા આપી શકે છે એટલે કે વિદ્યાર્થી પરીક્ષાનો મહિનો પોતાની મરજીથી સિલેક્ટ કરી શકશે. કોઇ વિદ્યાર્થી 4 વખત પરીક્ષા આપે છે તો જેમાં સૌથી વધુ સારા નંબર હશે તે માન્ય ગણાશે.
13 ભાષાઓમાં પરીક્ષા
આ ઉપરાંત આ વર્ષે 13 ભાષાઓમાં આ પરીક્ષા થશે. એમએચઆરડીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને નિર્દેશ આપવામાં આવ્યા છે કે ઓછામાં ઓછી 13 ભાષાઓમાં પરીક્ષા કરાવવાની તૈયારી કરે. આ ભાષાઓમાં આસામી, બંગાળી, અંગ્રેજી, ગુજરાતી, હિંદી, કન્નડ, મરાઠી, ઉડિયા, મલયાલમ, પંજાબી, તમિળ, તેલુગૂ અને ઉર્દૂ સામેલ છે.
જેઇઇ મેન પરીક્ષા 2021 (JEE Main Exam 2021)ના માટે રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયું છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર NTA ની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકે છે.
ઓનલાઇન રજિસ્ટ્રેશનની શરૂઆત - 15 ડિસેમ્બર
ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ- 15 જાન્યુઆરી
એપ્લિકેશન ફીની છેલ્લી તારીખ- 16 જાન્યુઆરી
કરેક્શનની તારીખ- 18 જાન્યુઆરી, 2021
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે