નવી દિલ્હી : ગત થોડા દિવસોથી ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સીમા વિવાદ મુદ્દે ઘર્ષણની ઘટનાઓ સામે આવી છે. ઉત્તરી સિક્કિમમાં ચીની સૈનિકોએ ભારતીય સેના સાથે ઘર્ષણ કર્યું તે અગાઉ લદ્દાખમાં સૈનિકો એક બીજા સાથે સંઘર્ષમાં ઉતર્યા હતા. ભારત અને ચીન વચ્ચે માત્ર ઉત્તરી સિક્કિમમાં જ નહી પરંતુ 5 મેના રોજ લદ્દાખમાં પણ ઘર્ષણ થયું હતું. ભારત અને ચીનની સેનાના જવાનો લદ્દાખમાં પણ એક બીજા સાથે સંઘર્ષમાં ઉતર્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હંદવાડા બાદ ભારતનાં સંભવિત વળતાપ્રહારથી થથરી રહ્યું છે પાક. પેટ્રોલિંગ વધાર્યું

6 મેનાં દિવસે બંન્ને સેનાઓ વચ્ચે જો કે વિવાદ શાંતિપુર્ણ રીતે ઉકલી ગયો હતો. સિક્કિમમાં સીમા પર ભારતીય અને ચીની સેનાના જવાનો વચ્ચે વિવાદ થયો હતો. આ દરમિયાન બંન્ને દેશના જવાનો એક બીજા સાથે સંઘર્ષમાં ઉતર્યા હતા. જેમાં બંન્ને પક્ષે જવાનોને સામાન્ય ઇજાઓ પણ પહોંચી હતી. 


સિક્કિમમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે ટકરાવ, સેના સૂત્રએ જણાવ્યું- 'લાંબા સમય બાદ ઊભી થઈ આ સ્થિતિ'

અનેક વખત ચીનાઓ કરી છે ગુસ્તાખી
ચીન અને ભારતના જવાનો વચ્ચે સીમા વિવાદ મુદ્દે ઘર્ષણ થયા કરે છે. જો કે વિવાદ આંતરિક સંમતીથી ઉકેલી નાખવામાં આવે છે. બંન્ને રાષ્ટ્રો વચ્ચે સ્પષ્ટ સીમા અંગે સંમતી નથી. એવામાં અનેક વખત ચીની સૈનિકો ભારતીય સીમામાં ઘુસી આવે છે. જેનો વિરોધ ભારતીય સેના દરેક વખતે કરે છે. 


MLC ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે નિર્વિરોધ ચૂંટાય તે જરૂરી, કોંગ્રેસ માત્ર એક ઉમેદવાર ઉતારવા તૈયાર

ભારત અને ચીન બાદ અનેક સ્થળો પર સીમા વિવાદની સ્થિતી છે. ચીન સેના લદ્દાખથી માંડીને અરૂણાચલ પ્રદેશ સુધી પોતાનો અધિકાર હોવાનો દાવો કરે છે. ભારતીય સેના દેશની સીમા અંદર ચીની સૈનિકોને ઘુસવા દેતી નથી. જેના કારણે ઘર્ષણનાં કિસ્સાઓ સામે આવતા રહે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube