સીમા વિવાદ: 14 કલાક ચાલી વાત પરંતુ ભારત-ચીન વચ્ચે બની નહી સહમતિ
લદ્દાખમાં સેનાઓ પાછળ હટાવવાને લઇને ભારત-ચીન વચ્ચે કોર-કમાન્ડર સ્તરની ચોથા તબક્કાની વાર્તા 14 કલાક ચાલી પરંતુ બંને દેશો વચ્ચે સહમતિ બની શકી નહી. ચર્ચા લદ્દાખના ચુશૂલમાં થઇ રહી હતી.
નવી દિલ્હી: લદ્દાખમાં સેનાઓ પાછળ હટાવવાને લઇને ભારત-ચીન વચ્ચે કોર-કમાન્ડર સ્તરની ચોથા તબક્કાની વાર્તા 14 કલાક ચાલી પરંતુ બંને દેશો વચ્ચે સહમતિ બની શકી નહી. ચર્ચા લદ્દાખના ચુશૂલમાં થઇ રહી હતી. બંને દેશો વચ્ચે કોર કમાન્ડર સ્તરની બેઠક મંગળવારે સવારે 11 વાગે શરૂ થઇ હતી અને રાત્રે 2 વાગ્યા સુધી ચાલી હતી.
ચીન ગરમ્થી નરમ થઇ ગયું. પરંતુ ચીનની ચાલબાજીવાળી ફિતરત હજુ યથાવત છે અને એટલા માટે ચીન સાથે લદ્દાખમાં એલએસી પર તણાવ પણ યથાવત છે. તેનું સૌથી મોટું ઉદાહરણ છે ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરની વાતચીત. ચીનના અડિયલ વલણના કારણે ચૌદ કલાક ચાલેલી વાતમાં પણ વધુ પ્રગતિ થઇ નથી.
વાતચીતમાં સહમતિ ન બનતા પૈંગોગથી સેનાની વાપસીનો મુદ્દો સૌથી વધુ ગુંચવાયેલો છે. ડેપસાંગમાં ભારતની ટુકડીને રોકવા મુદ્દે પણ ચર્ચા થઇ. ચીનની આર્ટિલરી પાછળ હટવાનો વિવાદ પણ હજુ યથાવત છે. આ દરમિયાન જાણકારી મળી છે કે રક્ષામંત્રી રાજનાથ સિંહ 17-18 જુલાઇના રોજ લદ્દાખના અગ્રિમ મોરચા પર જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube