India China Meeting: ભારત-ચીનના કોર કમાન્ડો વચ્ચે બેઠક પૂર્ણ, 8.30 કલાક ચાલી ચર્ચા
India China Meeting: સરહદ વિવાદને લઈને યોજાયેલી આ હેઠક સાડા આઠ કલાક ચાલી અને રવિવારે સાંજે 7 કલાકે સમાપ્ત થઈ હતી. બેઠકમાં બંને દેશોના કોર કમાન્ડરો વચ્ચે પૂર્વી લદ્દાખમાં પાછળ હટવાને લઈને વાતચીત થઈ છે.
નવી દિલ્હીઃ India China Talk: પૂર્વી લદ્દાખ પાસે આવેલી એલએસી પર તણાવ ઓછો કરવા માટે ભારત અને ચીનના મિલિટ્રી કમાન્ડર્સો વચ્ચે 13માં રાઉન્ડની વાતચીત 8.30 કલાક ચાલી છે. બેઠકના પરિણામ વિશે હજુ સ્પષ્ટ માહિતી મળી નથી.
જાણકારી પ્રમાણે ભારત અને ચીનના સૈન્ય કમાન્ડર્સ વચ્ચે બેઠક સાંજે 7 કલાકે પૂરી થઈ છે. સવારે 10.30 કલાકે ચીનની પીએલએ સેનાના મોલ્ડો ગૈરિસનમાં આ બેઠક શરૂ થઈ હતી. જાણકારી પ્રમાણેબેઠકમાં પૂર્વી લદ્દાખના હોટ-સ્પ્રિંગથી બંને દેશોના ડિસએન્ગેજમેન્ટ એટલે કે સૈનિકોને પાછળ હટાવવા પર ચર્ચા થઈ. પરંતુ તૂર્તો પ્રમાણે પરિણામ વિશે હજુ કંઈ કહી શકાય નહીં. કારણ કે બંને દેશના કમાન્ડર્સ બેઠક વિશે હવે પોત-પોતાના દેશના ટોપ મિલિટ્રી અને પોલિટિકલ લીડરશિપ સાથે મંત્રણા કરશે. ત્યારબાદ બેઠકનું કોઈ પરિણામ સામે આવશે.
ભારત તરફથી લેહ સ્થિત 14મી કોર (ફાયર એન્ડ ફ્યૂરી કોર) ના કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ પી જી કે મેનને બેઠકમાં ભાગ લીધો હતો. જ્યારે ચીન તરફથી દક્ષિણી શિન્ચિયાંગ મિલિટ્રી ડિસ્ટ્રિક્ટના કમાન્ડરે બેઠકનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.
આ પણ વાંચોઃ ડેનમાર્કના PM એમ ફ્રેડરિક્સને તાજમહેલની મુલાકાત લીધી, વિઝિટર્સ બુકમાં લખી દિલની વાત
આ બેઠક તેવા સમયે થઈ જ્યારે એક દિવસ પહેલા ચીને 16 મહિના પહેલા ગલવાન ઘાટીની હિંસા સાથે જોડાયેલી વિવાદાસ્પદ તસવીરો જાહેર કરી હતી. આ પહેલા અરૂણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલ ફેસઓફ એટલે કે ઘર્ષણનો રિપોર્ટ આવ્યો હતો. આ દરમિયાન ભારતીય સેનાએ ચીનની પીએલએ સેનાના કેટલાક સૈનિકોને બંધક બનાવી લીધા હતા. પરંતુ બંને દેશોની ફ્લેગ મીટિંગ બાદ આ સૈનિકોને થોડી કલાકમાં છોડી મુકતા ઘર્ષણ ખતમ થઈ ગયું હતું.
પૂર્વી લદ્દાખ સાથે આવેલ એલએસી પર પાછલા 17 મહિનાથી ચાલી રહેલા તણાવ દરમિયાન 12 બેઠક થઈ ચુકી છે. આ દરમિયાન લાઇન ઓફ એક્ચુયલ કંટ્રોલ (એલએસી) ના ફિંગર એરિયા, કૈલાશ હિલ રેન્જ અને ગોગરા વિસ્તારમાં તો ડિસએન્ગેજમેન્ટ થઈ ચુક્યુ છે, પરંતુ હોટ સ્પ્રિંગ, ડેમચોક અને ડેપસાંગ પ્લેન્સમાં તણાવ હજુ ચાલી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube