નવી દિલ્હીઃ ચીનની સાથે વધતા તણાવ (India China Tension) બાદ ભારત ગ્રાઉન્ડ બેઝ પર માર કરવાની પોતાની ક્ષમતાને વધુ મજબૂત કરવા ઈચ્છે છે. તેવામાં ભારત વધુ સ્પાઇસ બોમ્બ ખરીદવાની યોજના બનાવી રહ્યું છે. જે બોમ્બ ભારત ખરીદવાની તૈયારી કરી રહ્યું છે કે તે સ્પાઇસ-2000  (Spice-2000 Bombs)નું એડવાન્સ વર્ઝન હશે, જે ક્ષણભરમાં દુશ્મનોની ઇમારતો અને બંકરોને નષ્ટ કરી દેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે સ્પાઇસ-2000 તે બોમ્બ છે જેનો ઉપયોગ ભારતીય વાયુ સેનાએ પાછવા વર્ષે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખા પ્રાંતના બાલાકોટ શહેરમાં સ્થિત આતંકી કેમ્પ પર મિરાજ-2000થી કરવામાં આવેલા હુમલામાં કર્યો હતો. સરકારી સૂત્રોએ એએનઆઈને જણાવ્યું કે, ભારતીય વાયુ સેનાની પાસે પહેલાથી જ સ્પાઇસ-2000 બોમ્બ છે. હવે આ સ્પાઇસ-2000 બોમ્બ જેવી આપાતકાલીન ખરીદ શક્તિઓ હેઠળ વધુ સ્ટેન્ડ-ઓફ હથિયાર હાસિલ કરવાની યોજના છે. 


સ્પાઇસ-2000ની છે ખાસ વાત
સૂત્રોએ જણાવ્યું કે, સ્પાઇસ-2000 બોમ્બ 70 કિલોમીટર સુધી લક્ષ્યને મારી શકે છે. વાયુ સેનાની પાસે બંકર અને ઇમારત નષ્ટ કરનાર સ્પાઇસ 2000નું વર્ઝન હશે, જેમાં મા્રક 84 વોરહેડ હશે, જે નક્કી કરેલી ઇમારતોને નષ્ટ કરી દેશે. 


કોરોના વિરુદ્ધ જંગમાં ઇઝરાયલ પાસેથી ભારત લઈ રહ્યું છે મોટુ હથિયાર


સેનાના ત્રણેય અંગોને કટોકટી આર્થિક શક્તિ
ચીનની સાથે સરહદ પર વધતા તણાવને ધ્યાનમાં રાખી સરકારે હથિયાર અને ગોળા બારૂદ ખરીદવા માટે સેનાના ત્રણેય અંગોને 500 કરોડ રૂપિયા સુધીની પ્રતિ ખરીદ પરિયોજનાની કટોકટી આર્થિક શક્તિ આપી હતી. મહત્વનું છે કે 15 જૂને પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોની સાથે થયેલી હિંસક ઝડપમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા. ત્યારબાદ બંન્ને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. ફરીથી તણાવ થવાની આશંકા વચ્ચે રક્ષા મંત્રીએ આર્મી, એરફોર્સ અને નેવીને પહેલાથી તે નિર્દેશ આપ્યો છે કે તે એલએસી પર પોતાના અભિયાનની તૈયારીને આગળ વધારે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube