PM મોદીની આગળ નમ્યું ચીન: વિવાદ ભૂલી હાથ મિલાવ્યા, સાથે મળી કરશે આ કામ
વર્ષ 2017માં બંને દેશની વચ્ચે સિક્કિમના ડોકલામ ક્ષેત્રમાં લગભગ 73 દિવસ સુધી ગતિરોધ ચાલવાના કારણે આ અભ્યાસ લગભગ એક વર્ષ બાદ કરવામાં આવી રહ્યો છે.
બીજિંગ: ભારત અને ચીન આતંકવાદ સામે લડવા તેમની ક્ષમતાઓમાં સુધાર લાવવા અને પરસ્પર એકબીજાની સમજણ વધારવા માટે લગભગ એક વર્ષના સમયગાળા બાદ મંગળવારે દક્ષિણ પશ્ચિમ ચીનના ચેંગદૂ શહેરમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ શરૂ કરશે. અધિકારીઓએ જણાવ્યું છે કે અભ્યાસના ઉદ્ધાટન સમારોહ 11 ડિસેમ્બરે આયોજિક કરવામાં આવ્યો છે. ચીનના રક્ષા મંત્રાલયના પ્રવક્તા કર્નલ રેન ગુઓકિયાંગે ગત મહિને કહ્યું હતું કે, સાતમી ભારત-ચીન સંયુક્ત લશ્કરી અભ્યાસ ‘હેંડ ઇન હેંડ’માં બને તરફથી 100-100 સૈનિક ભાગ લેશે. અભ્યાસ આતંકવાદ વિરોધી અભિયાનો પર કેન્દ્રિત હશે. વર્ષ 2017માં બંને દેશની વચ્ચે સિક્કિમના ડોકલામ ક્ષેત્રમાં લગભગ 73 દિવસ સુધી ગતિરોધ ચાલવાના કારણે આ અભ્યાસ લગભગ એક વર્ષ બાદ કરવામાં આવી રહ્યો છે.
વાંચો: રાજસ્થાન: તલાકના મામલે દીયા કુમારીએ કહ્યું- પરિવારના હિતમાં લીધો છે નિર્ણય
ચીનના વૂહાનમાં એક વર્ષ એપ્રિલમાં પ્રધનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગની અનૌપચારિક શિખર વાર્તા બાદ બંને દેશોની વચ્ચે સંબંધ પુન: પાટા પર આવ્યા છે. કર્નલ રેને કહ્યું કે, અભ્યાસથી બંને સેનાઓની વચ્ચે પરસ્પર સમજણ વધારવા અને આતંકવાદથી લડવાની તેમની ક્ષમતાઓમાં સુધારો આવશે. તેમણે જણાવ્યું કે આ અભ્યાસ 23 ડિસેમ્બર સુધી ચાલશે.
વાંચો: જમ્મૂ; આતંકી રિયાજ અહેમદની ધરપકડ, મિલિટેન્ટ બનાવા યુવાઓને કરતો હતો મોટિવેટ
પીએમ મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપીંગ સાથે કરી મુલાકાત, દ્વિપક્ષીય સંબંધ મજબૂત કરવા પર થઇ ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જી-20 શિખર સમ્મેલનથી અન્ય ચીન રાષ્ટ્રપતિ શી જિંગપિંગછ સાથે મુલાકત કરી અને બંને પાડોસી દેશોની વચ્ચે દ્વિપક્ષીય સંબંધ મજબૂત કરવા પર ચર્ચા કરી હતી. પીએમ મોદી અને શી જિંગપિંગ એપ્રિલમાં ચીનના વુહાન શહેરમાં થયેલી તેમની અનોપચારિક બેઠક બાદ બે વાર મળ્યા છે. તે બંને જૂનમાં ચીનના ચિંગદાઓમાં થયેલા શંઘાઇ સહયોગ સંગઠન (એએસસીઓ) સંમેલનમાં મળ્યા હતા અને ત્યારબાદ જુલાઇમાં દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગમાં બ્રિક્સ શિખર સંમેલનમાં તેમની મુલાકાત થઇ હતી.
વાંચો: અચાનક જ યુવકે કેન્દ્રીય મંત્રીને માર્યો લાફો, પછી જે કઈ થયું....જુઓ VIDEO
આ રીતની પ્રથમ ગતિને બનાવી રાખવામાં મદદગાર
પીએમ મોદીએ શિ જિંગપિંગને કહ્યું કે આવનારા વર્ષે એક અનૌપચારિક બેઠકમાં તેમની મેજબાની કરવાની આશા કરીએ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે તેમની બેઠક આપાણા સંબંધોને મજબૂત કરવાના સંદર્ભમાં એક દિશા પ્રદાન કરવામાં મહત્વનો ભાગ ભજવશે. તેમણે કહ્યું કે, આ રીતેની પહેલી ગતિને બનાવી રાખવામાં મદદગાર છે. પીએમ મોદીએ કહ્યું કે આ મુલાકાત માટે સમય કાઢવા માટે હું તમને (રાષ્ટ્રપતિ શી જિંગપિંગ) હાર્દિક અભિનંદન પાઠવું છું. પ્રધાનમંત્રીએ કહ્યું કે બંને દેશોની વચ્ચે સંબધોએ ગત એક વર્ષમાં મોટા પગલા ભર્યા છે.
વાંચો: માલ્યા પ્રત્યાર્પણ કેસની સુનાવણી માટે CBI અને EDની ટીમ બ્રિટન રવાના, આવી શકે છે ચુકાદો
ઉલ્લેખનીય છે કે સિક્કિમના ડોકલામ સેક્ટરમાં 2017માં બંને દેશોની સેનાઓની વચ્ચે 73 દિવસો સુધી ચાલી રહેલી ગતિરોધ બાદ ભારત અને ચીન વચ્ચેના સંબંધ તનાવપૂર્ણ થઇ ગયા હતા. બંને દેશોની વચ્ચે સંબંધોમાં જામેલી બર્ફ હટવાના સ્વરૂપ વુહાનમાં પીએમ મોદી અને શી જિંગપિંગની એક અનૌપચારિક બેઠક થઇ હતી. જ્યાં બંને નેતાઓએ વિશ્વાસ અને તાલમેલ બનાવવા માટે સંચાર મજબૂત કરવાની ખાતરી પોત-પોતાની સેનાઓના રાજકિય દિશાનિર્દેશ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.
(ઇનપુટ ભાષાથી પણ)