નવી દિલ્હી: સમુદ્રમાં દુશ્મનની સબમરીનના ભૂક્કા ભૂક્કા બોલાવવામાં ભારતનો કોઈ જવાબ નથી. ભારત(India) પાસે સબમરીનનો એવો અલ્ટીમેટ કિલર છે જેની બરોબરીમાં પાકિસ્તાન(Pakistan) કે ચીન(China) પાસે કશું જ નથી. અહીં વાત કરી રહ્યાં છીએ પોઝાઈડન-8 (P-8I )આઈ વિમાનની. આ વિમાન P-8 I દુશ્મનની સબમરીનનો સમુદ્રના પાતાળમાંથી પણ શોધીને તબાહ કરી શકે છે. લાંબા અંતરના મિશનને આરામથી અંજામ આપી શકે છે. P-8i વિમાન તેની તરફથી ઊભા થતા જોખમથી ચેતવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

P-8i અમેરિકા(America)થી ખરીદવામાં આવેલું હથિયારોથી લેસ નિગરાણી વિમાન છે જે હિન્દ મહાસાગરનો સૌથી મોટો રક્ષક છે. હિન્દ મહાસાગરમાં P-8iની તૈનાતી ચીન પાકિસ્તાન માટે એટલા માટે પરેશાની પાત્ર છે કારણ કે ચીન સમુદ્રમાં પોતાના વર્ચસ્વ માટે ચાલબાજી રમ્યા કરે છે અને P-8i તો એ ખાંટુ છે જે સમુદ્રના પાતાળમાં પણ દુશ્મનની સબમરીન શોધીને તેનો ભૂક્કા બોલાવે છે. એટલે કે ચીન પાકિસ્તાન માટે હિન્દ મહાસાગરમાં હિન્દુસ્તાની હંટર છે P-8i. ઈન્ડિયન નેવીએ પોસાઈડન-8i એરક્રાફ્ટની મદદથી હિન્દ મહાસાગર પર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. સૌથી આધુનિક સમુદ્રી પેટ્રોલિંગ એરક્રાફ્ટ કે જેને હિન્દ મહાસાગરમાં તૈનાત કર્યું છે તેને P-8i એટલે કે પોસાઈડન-8i (Poseidon) એરક્રાફ્ટ કહે છે. 


અયોધ્યાનો ઐતિહાસિક ચુકાદો આપવામાં સામેલ રહેલા જસ્ટિસ અબ્દુલ નઝીરને જીવનું જોખમ, 'ઝેડ' સુરક્ષા કવચ અપાયું


ડિફેન્સ એક્સપર્ટનું કહેવું છે કે આ એરક્રાફ્ટ બેધારી તલવારની જેમ છે જે એન્ટી સબમરીન અને એન્ટી સરફેસ વોરફેરને અંજામ આપવા માટે સક્ષમ છે. એટલે કે પોસાઈડન-(Poseidon) 8i હવામાં ઉડતા ઉડતા સમુદ્રના ઊંડા પાણીમાં સબમરીન અને સપાટી પર હાજર દુશ્મનોના જહાજોની કબર ખોદી શકે છે. જ્યારે P8-i હવામાં હોય ત્યારે દુશ્મનની સબમરીનના છૂપાઈને રહેવાની શક્યતા ખતમ થઈ જાય છે. તે  સમુદ્રના પેટાળમાં છૂપાયેલા દુશ્મનને શોધી કાઢે છે અને સમય આવ્યે દુશ્મનને એવી માત આપી શકે છે કે તે સમુદ્રમાં હોવા છતાં પાણી માટે તરસી જાય. 


જો પાર્કિંગમાં ગાડી ચોરી થઈ કે કોઈ નુકસાન થયું તો હોટલ જવાબદાર, ચૂકવવું પડશે વળતર, ખાસ વાંચો


P8-iને સબમરીન હંટર અને સબમરીન કિલર પણ કહે છે. તે એકવારમાં 907 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 2 હજાર કિલોમીટર સુધી ઉડાણ ભરી શકે છે. P8-i માં જ બનેલા કમાન્ડ સેન્ટરને દુશ્મનોની ગતિવિધિ જોવા મળે છે અને જમીન પર રહેલા કમાન્ડ સેન્ટર પણ તરત એક્ટિવેટ થઈ જાય છે અને ગણતરીની મિનિટોમાં P8-i ને દુશ્મનોને રોકવા માટે રવાના કરી દેવાય છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube