અયોધ્યાનો ઐતિહાસિક ચુકાદો આપવામાં સામેલ રહેલા જસ્ટિસ અબ્દુલ નઝીરને જીવનું જોખમ, 'ઝેડ' સુરક્ષા કવચ અપાયું

અયોધ્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવનાર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચનો ભાગ રહેલા જસ્ટિસ અબ્દુલ નઝીર અને તેમના પરિવારના લોકોને ઝેડ સિક્યુરિટી આપવામાં આવી છે. કટ્ટરપંથી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા તરફથી જીવનું જોખમ હોવાની શંકા હોવાના પગલે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલય તરફથી સીઆરપીએફ અને સ્થાનિક પોલીસને જસ્ટિસ નઝીર અને તેમના પરિવારને પુરતી સુરક્ષા આપવાના આદેશ અપાયા છે. 

અયોધ્યાનો ઐતિહાસિક ચુકાદો આપવામાં સામેલ રહેલા જસ્ટિસ અબ્દુલ નઝીરને જીવનું જોખમ, 'ઝેડ' સુરક્ષા કવચ અપાયું

નવી દિલ્હી: અયોધ્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવનાર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચનો ભાગ રહેલા જસ્ટિસ અબ્દુલ નઝીર અને તેમના પરિવારના લોકોને ઝેડ સિક્યુરિટી આપવામાં આવી છે. કટ્ટરપંથી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા તરફથી જીવનું જોખમ હોવાની શંકા હોવાના પગલે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલય તરફથી સીઆરપીએફ અને સ્થાનિક પોલીસને જસ્ટિસ નઝીર અને તેમના પરિવારને પુરતી સુરક્ષા આપવાના આદેશ અપાયા છે. 

સૂત્રોના જણાવ્યાં મુજબ ગુપ્તચર એજન્સીઓને કેરળમાં સક્રિય પીએફઆઈ અને અન્ય કેટલાક કટ્ટરપંથી સંગઠનો તરફથી જીવનું જોખમ હોવાના ઈનપુટ મળ્યા હતાં. કર્ણાટકના રહીશ જસ્ટિસ અબ્દુલ નઝીર અને તેમની  ફેમિલીને તેમના ગૃહ રાજ્ય સહિત દેશભરમાં ઝેટ સિક્યુરિટી કવર આપવાનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. 

ઝેડ સિક્યુરિટીમાં રહેશે 22 CRPF જવાનો
આદેશ મુજબ કર્ણાટક સરકાર તરફથી નઝીર અને તેમના પરિવારને બેંગ્લુરુ, મેંગ્લુરુ, અને રાજ્યના અન્ય ભાગમાં સુરક્ષા અપાશે. અત્રે જણાવવાનું કે ઝેડ સિક્યુરિટી હેઠળ મળતા સુરક્ષા કવરમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ(CRPF)ના 22 જવાનો સામેલ હોય છે. 9 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે દાયકાથી પેન્ડિંગ રહેલા અયોધ્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો આપતા 2.77 એકરની વિવાદાસ્પદ જમીન રામ મંદિર નિર્માણ માટે આપી દેવાનો આદેશ કર્યો હતો. 

જુઓ LIVE TV

મુસ્લિમ પર્સનલ લો બોર્ડ કરશે રિવ્યુ પિટીશન
આજે મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બેઠક થઈ હતી જેમાં આ ચુકાદા સામે રિવ્યુ પીટિશન ફાઈલ કરવાની જાહેરાત કરાઈ છે. સુપ્રીમ કોર્ટ દ્વારા મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ અન્ય  કોઈ સ્થળે 5 એકર જમીન આપવાનો આદેશ કરાયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news