નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (Coronavirus in India) નવા કેસમાં રેકોર્ડ વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 95 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા અને આ દરમિયાન 1172 લોકોના મૃત્યુ પણ થયા છે. આ વચ્ચે વાયરસથી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. કોરોનાના એક્ટિવ કેસ કરતા સાજા થઈ ગયેલા દર્દીઓની સંખ્યા ચાર ગણી વધી ગી છે. સાજા થનારા દર્દીઓની વાત કરીએ તો આ આંકડો આશરે 78 ટકા પર પહોંચી ગયો છે. આ દર્શાવે છે કે દેશમાં રોજ મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઈ રહ્યાં છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં 61 ટકા સક્રિય મામલા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં કોરોના વાયરસના  96,735 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 44 લાખ 65 હજાર 864 થઈ ગઈ છે. તેમાંથી 34 લાખ 71 હજાર 84 દર્દીઓ સાજા થઈ ચુક્યા છે, જ્યારે  લાખ 19 હજાર 18 એક્ટિવ કેસ છે. આ મહામારીમાં અત્યાર સુધી 74,935 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં બુધવારે થયેલા 1107 મોત પણ સામેલ છે. 


24 કલાકમાં 11.29 લાખ ટેસ્ટ
આઈસીએમઆર પ્રમાણે બુધવારે 11 લાખ 29 હજાર 756 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ભારત તે દેશોમાં સામેલ છે, જ્યાં એક દિવસમાં સર્વાધિક ટેસ્ટ થઈ રહ્યાં છે. કોરોના સંક્રમણની માહિતી મેળવવા માટે દેશમાં અત્યાર સુધી 5 કરોડ 29 લાખથી વધુ સેમ્પલ ટેસ્ટ થઈ ચુક્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દર સપ્તાહે સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ જુલાઈના મુકાબલે ત્રણ ગણી વધી ગઈ છે. જુલાઈના ત્રીજા સપ્તાહમાં કુલ 1.53 લાખ દર્દીઓ સાજા થયા હતા, જેની સંખ્યા સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં 4.84 લાખથી વધુ થઈ ગઈ છે. 


રાફેલની આ ક્ષમતા તેને બનાવે છે સૌથી શક્તિશાળી ફાઇટર જેટ, જાણો તેની 10 વિશેષતાઓ


મહારાષ્ટ્રમાં વધ્યા નવા કેસ, દિલ્હીમાં બે લાખ સંક્રમિત
મહારાષ્ટ્રમાં રેકોર્ડ 23816 નવા કેસ આવ્યા છે અને સંક્રમિતોનો આંકડો 9.67 લાખથી વધી ગયો છે. આ દરમિયાન 325 લોકોના મૃત્યુની સાથએ મૃત્યુઆંક 27787 થઈ ગયો છે. આ પહેલા એક દિવસમાં સૌથી વધુ કેસ છ સપ્ટેમ્બરે રાજ્યમાં 23350 નોંધાયા હતા. દિલ્હીમાં પણ એક દિવસમાં 4039 નવા કેસ સામે આવ્યા છે. આ પહેલા જૂનમાં સૌથી વધુ 3947 સંક્રમિત સામે આવ્યા હતા. રાષ્ટ્રીય રાજધાનીમાં કુલ સંક્રમિત લોકોનો આંકડો પણ 2 લાખને પાર કરી ગયો છે. અહીં 4600થી વધુ લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે. ઉત્તર પ્રદેશમાં 6711 નવા કેસ મળ્યા છે અને કુલ સંક્રમિતો 2.85 લાખને પાર થઈ ગયા છે. 66 મૃત્યુની સાથે મૃત્યુઆંક 4112 થઈ ગયો છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube