Indian Girl Creates AI-based App: શું તમને યાદ છે 9 વર્ષની હાના રફીક જેણે સૌથી નાની ઉંમરની iOS એપ ડેવલપર બનતા સમાચારોમાં છવાયેલી છે, અને એપલના સીઈઓ ટિમ કૂક પાસેથી પણ ઓળખ મેળવી હતી. તાજેતરમાં જ જાણવા મળ્યું છે કે હાનાની એક મોટી બહેન, લીના છે, જે સેલ્ફ-ટોટ કોડર પણ છે. લીનાએ 'લહનાસ' નામની વેબસાઇટ બનાવી છે, જે બાળકોને પ્રાણીઓ, રંગો અને શબ્દો વિશે શીખવામાં મદદ કરે છે. તાજેતરમાં, તેણે 'Ogler EyeScan' નામની AI-આધારિત એપ્લિકેશન પણ બનાવી છે જે આઇફોનનો ઉપયોગ કરીને અનન્ય સ્કેનિંગ પ્રક્રિયા દ્વારા આંખના રોગો અને પરિસ્થિતિઓને શોધી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

11 વર્ષની છોકરીએ કર્યું આવું અદ્ભુત કામ
પોતાની એપને એપ સ્ટોર પર સબમિટ કર્યા પછી, 11 વર્ષની લીનાએ LinkedIn પર તેની સિદ્ધિ શેર કરી અને જ્યારે લોકોએ પોસ્ટ જોઈ ત્યારે તેને ઘણી હકારાત્મક પ્રતિક્રિયાઓ મળી. લીનાએ જેમાં આર્કસ, મેલાનોમા, ટેરિગિયમ અને મોતિયા સહિત સંભવિત આંખોના રોગો અથવા સ્થિતિઓના નિદાન માટે પ્રશિક્ષિત મોડલનો ઉપયોગ કર્યો અને આ એપ કેવી રીતે કામ  કરે છે. તેની એક વિસ્તૃત વ્યાખ્યા શેર કરી. એક LinkedIn પોસ્ટમાં, 11 વર્ષીયએ તેની એપના વિકાસ પાછળની વાર્તા શેર કરતા કહ્યું કે તેણે 10 વર્ષની ઉંમરે તેના પર કામ કરવાનું શરૂ કર્યું હતું.


આ પણ વાંચો: પીળા દાંત સફેદ મોતી જેવા ચમકાવવા છે તો 5 રૂપિયા કરી લો ખર્ચ, હસતા નહી આવે શરમ
આ પણ વાંચો: Elaichi Remedy: નોકરીની સમસ્યા અને આર્થિક તંગી પડે છે તો આ ઉપાયો અજમાવો, મળશે જબરદસ્ત પ્રગતિ
આ પણ વાંચો: Side Effects: તમને નવરા બેઠા છે આ આદત, ઘણીવાર આ મજા તમને પડી શકે છે ભારે


પોસ્ટ જોયા પછી લોકોએ આપી આવી પ્રતિક્રિયાઓ
ઈન્ટરનેટ યુઝર્સે આ પોસ્ટ પર લીનાને જોરદાર અભિનંદન પાઠવ્યા હતા. તેની પ્રભાવશાળી સિદ્ધિઓ માટે તેની પ્રશંસા કરી. એક યુઝરે લીનાને અભિનંદન આપતાં કહ્યું, "એઆઈ મોબાઈલ એપ બનાવવાની તમારી સિદ્ધિ વિશે સાંભળીને પ્રભાવશાળી છે જે સંભવિત આંખના રોગો અને સ્થિતિનું નિદાન કરી શકે છે." અન્ય એક યુઝરે લખ્યું કે, “લીના, તું ખૂબ અભિનંદનને પાત્ર છે. 10 વર્ષની ઉંમરે  આટલું કમાલનું કામ કર્યું. કેટલાકે તેની એપ્લિકેશનની ચોકસાઈ દર અંગે પ્રશ્નો પણ પૂછ્યા."


આ પણ વાંચો: Corona Case: કોરોનાના વધતા જતા કેસો વચ્ચે આરોગ્ય મંત્રાલયની નવી એડવાઈઝરી જાહેર
આ પણ વાંચો: પેનિસની સાઈઝ થઈ રહી છે નાની તો પુરૂષો ચેતજો, આ 5 આદતો સુધારી દેજો નહીતર પત્ની...
આ પણ વાંચો: PM એ લોન્ચ કરી આ ખાસ App: હવે ન તો પાઈપલાઈન તૂટશે અને ન તો ઈન્ટરનેટ કનેક્શન કપાશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube