નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે ગેરકાયદેસર ગતિવિધિ પ્રતિબંધ કાયદા (UAPA) અંતરગ્ત મૌલાના મસુદ અઝહર, દાઉદ ઈબ્રાહિમ, ઝકી-ઉર-રહેમાન લખવી અને હાફીઝ સઈદને આતંકવાદી જાહેર કર્યા છે.આ 4 આતંકવાદીઓ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ બહાર પાડવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર પર ભારતમાં 5 આતંકવાદી હુમલાને અંજામ આપવાનો આરોપ છે. ચાલુ વર્ષે મે મહિનામાં મસુદ અઝહરને પણ આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાયો હતો. ભારત સરકારે બુધવારે બહાર પાડેલા લિસ્ટમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના વડી જકી-ઉર-રહેમાન લખવીનું પણ નામ છે, લખવી કાશ્મીરમાં એલઈટીનો સુપ્રીમ કમાન્ડર છે અને એનઆઈએની મોસ્ટ વોન્ટેડ યાદીમાં પણ તેનું નામ છે.  


પાકિસ્તાનની 1971થી પણ વધુ ખરાબ હાલત કરીશું, તેમની પેઢીઓ યાદ રાખશેઃ ભારતીય સેના 


કેન્દ્રની મોદી સરકારે 17મી લોકસભાના પ્રથમ સત્રમાં 8 જુલાઈના રોજ યુએપીએ બિલને લોકસભામાં પસાર કર્યું હતું. યુએપીએ બિલ બંને ગૃહમાં પસાર થયું હતું. આ બિલ અંતર્ગત કેન્દ્ર સરકાર પાસે કોઈ પણ વ્યક્તિને આતંકવાદી જાહેર કરવાનો અને તેની સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર છે. 


ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા બુધવારે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં મસુદ અઝહર, દાઉદ ઈબ્રાહિમ, લખવી અને હાફીઝ સઈદને આતંકવાદી જાહેર કરવા પાછળના કારણો પણ જણાવાયા છે. તેમણે ભારતમાં કરેલા આતંકી કૃત્યોનો જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 


જુઓ LIVE TV...


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...