પાકિસ્તાનની 1971થી પણ વધુ ખરાબ હાલત કરીશું, તેમની પેઢીઓ યાદ રાખશેઃ ભારતીય સેના

સેનાએ એક પત્રકાર પરિષદમાં ધરપકડ કરેલા બે પાકિસ્તાની આતંકવાદીઓની કબુલાતનો વીડિયો પણ બતાવ્યો. આ વીડિયોમાં આતંકવાદીઓ હુમલા અંગે વાત કરી રહ્યા છે. સેનાએ જણાવ્યું કે, પીઓકેમાં પાકિસ્તાનના તમામ લોન્ચિંગ પેડ પર મોટી સંખ્યામાં આતંકવાદીઓ ઘુસણખોરીની ફિરાકમાં છે 
 

પાકિસ્તાનની 1971થી પણ વધુ ખરાબ હાલત કરીશું, તેમની પેઢીઓ યાદ રાખશેઃ ભારતીય સેના

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 નાબૂદ કરાયા પછી પાકિસ્તાન સતત ભારત સામે આતંકવાદી કાવતરું ઘડવાની ફિરાકમાં છે. જમ્મુ-કાશ્મીરમાં તૈનાત ભારતીય સુરક્ષા દળોની જાગૃતિના કારણે પાકિસ્તાન પોતાના ઈરાદા પાર પડી શક્તું નથી. ભારતીય સેનાએ આજે જણાવ્યું કે, પાકિસ્તાન તરફથી સતત ઘુસણખોરીનો પ્રયાસ થઈ રહ્યો છે. 

સેનાની નોર્ધન કમાન્ડના મુખ્ય લેફ્ટનન્ટ જનરલ કે.જે.એસ. ઢિલ્લોંએ જણાવ્યું કે, પાકિસ્તાન વાતાવરણ બગાડવાના ગમે તેટલા પ્રયાસ કરી લે, અમે તેને જડબાતોડ જવાબ આપવા તૈયાર છીએ. ભારતીય સેનાએ જણાવ્યું કે, "અમને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે પુરતી છુટ મળેલી છે. 1971 યાદ રાખે પાકિસ્તાન. એવો જવાબ આપીશું તે તેની પેઢીઓ યાદ રાખશે."

ભારતીય સેનાએ જણાવ્યું કે, પાકિસ્તાન તરફથી દરરોજ ઘુસણખોરીના પ્રયાસ થઈ રહ્યા છે. અમે લશ્કર સાથે જોડાયેલા બે આતંકવાદીઓની ધરપકડ કરી છે. પત્રકાર પરિષદમાં સેનાએ આતંકવાદીઓની કબુલાતનો વીડિયો પણ બતાવ્યો છે, જેમાં આતંકવાદી ઓ હુમલા અંગે વાત કરી રહ્યા છે. સેનાએ જણાવ્યું કે, પીઓકેમાં પાકિસ્તાનના તમામ લોન્ચિંગ પેડ પર મોટી સંખ્યામાં આતંકવાદીઓ ઘુસણખોરીની ફિરાકમાં છે.

સેનાની નોર્ધન કમાન્ડના મુખ્ય લેપ્ટનન્ટ જનરલ કે.જે.એસ.ઢિલ્લોં અને જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજી મુનીર ખાને શ્રીનગરમાં એક સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, "પાકિસ્તાન કાશ્મીર ઘાટીમાં શાંતિમાં વિઘ્ન પાડવા માટે આતંકવાદીઓની ઘુસણખોરીની ફિરાકમાં છે. 21 ઓગસ્ટના રોજ અમે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા બે આતંકવાદી પકડી લીધા છે."

જુઓ LIVE TV.....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news