ભારતે પાકિસ્તાનનું વધુ એક જૂઠ્ઠાણું ઉઘાડું પાડ્યું, જાણો શું છે સત્ય
પાકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે, ભારતની સબમરીન દરિયાઈ સિમા ઓળંગીને પાકિસ્તાનની સમુદ્રી સરહદની અંદર પ્રવેશી ગઈ હતી
નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાનના એ દાવાને ફગાવી દીધો છે કે, ભારતની સબમરીનને પાકિસ્તાનના નૌકાદળે મંગળવારે તેની સમુદ્રી સીમાની અંદર પ્રવેશતાં જોઈ હતી. ભારતે પાકિસ્તાનના જૂઠ્ઠાણાને ઉઘાડું પાડતા કહ્યું કે, પાકિસ્તાન દ્વારા સબમરીનનો જે વીડિયો રિલીઝ કરાયો છે તે 18 નવેમ્બર, 2016નો છે.
સરકારના સૂત્રોએ જણાવ્યું કે, પાકિસ્તાન યુદ્ધનું વાતાવરણ ખડું કરવા માગી રહ્યું છે અને આમ કરીને તે આતંકવાદ તરફથી વિશ્વનું ધ્યાન બીજી તરફ ખેંચી જવા માગે છે. સાથે જ ભારતે આરોપ પણ લગાવ્યો કે, પાકિસ્તાનની સેના દ્વારા જ આતંકીઓને ભારતમાં હુમલા કરવા માટે તાલીમ આપવામાં આવે છે.
ગુપ્ત અહેવાલમાં ઘટસ્ફોટઃ પાકમાં હજુ પણ સક્રિય છે 16 આતંકી કેમ્પ
ANIના સમાચાર અનુસાર પાકિસ્તાનના નૌકાદળના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "પાકિસ્તાનિના નૌકાદળે વિશેષ કૌશલ્ય દાખવીને પાકિસ્તાની સમુદ્રી સીમામાં પ્રવેશી રહેલી ભારતીય સબમરીનને અટકાવી હતી. પાકિસ્તાનની "શાંતિની નીતિ"ને કારણે પાકિસ્તાને ભારતીય સબમરીન પર હુમલો કર્યો ન હતો."
છેલ્લે બંને દેશની નૌકાદળે 1971ના યુદ્ધમાં એક-બીજા સામે લડાઈ લડી હતી.
કામદારો માટે આજે સોના જેવો દિવસ, લોન્ચ થઈ શ્રમયોગી માનધન યોજના
આ અગાઉ મંગળવારે ભારતીય નૌકાદળના વડા એડમિરલ સુનિલ લાંબાએ ઈન્ડો-પેસિફિક રિજનલ ડાયલોગમાં વૈશ્વિક પ્રતિનિધિઓ અને નિષ્ણાતો સમક્ષ સંબોધન કરતા જણાવ્યું હતું કે, "સમુદ્રી માર્ગે પ્રવેશ કરીને ભારતમાં હુમલા કરવા માટે પાકિસ્તાન આતંકવાદીઓને વિશેષ તાલીમ આપી રહ્યું છે. 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં પણ પાકિસ્તાન સમર્થિત આતંકીઓનો જ હાથ હતો."