ગુપ્ત અહેવાલમાં ઘટસ્ફોટઃ પાકમાં હજુ પણ સક્રિય છે 16 આતંકી કેમ્પ

તેમાંથી 5 કેમ્પ પીઓકેમાં એલઓસીને અડીને આવેલા મુઝફ્ફરાબાદ, કોટલી અને બરનાલામાં સક્રિય છે, જ્યારે પાકિસ્તાનના પંજાબ રાજ્યમાં 2 અને ખૈભર પખ્તુનવા પ્રાન્તમાં 3 આતંકી કેમ્પ ધમધમી રહ્યા છે

ગુપ્ત અહેવાલમાં ઘટસ્ફોટઃ પાકમાં હજુ પણ સક્રિય છે 16 આતંકી કેમ્પ

નવી દિલ્હીઃ પાકિસ્તાન અને પાક અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલા કેમ્પ અંગે ભારતીય ગુપ્તચર એજન્સીના રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ થયો છે. તાજેતરના રિપોર્ટ મુજબ પીઓકે અને પાકિસ્તાનમાં કુલ મળીને 16 આતંકી કેમ્પ સક્રિય છે. જેમાંથી 5 કેમ્પ પાકિસ્તાન દેશમાં છે. પાકિસ્તાનમાં જે કેમ્પ સક્રિય છે તેમાં 2 પાકિસ્તાનના પંજાબ રાજ્યમાં અને 3 ખૈબર પખ્તુનવાના મનશેરા જિલ્લામાં ચાલી રહ્યા છે.

પાક અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓને તાલીમ આપતા 11 કેમ્પ સક્રિય છે. જેમાંથી 5 કેમ્પ એલઓસીને અડીને આવેલા મુઝફ્ફરાબાદ, કોટલી અને બરનાલામાં સક્રિય છે. આ ઉપરાંત, પીઓકેના બોઈ, લાકા-એ-ગૈર, શેરપઈ, ડેઓલિન, ખાલિદ બિન વલીદ, ગઢી અને દુપ્પટા વિસ્તારોમાં પણ આતંકવાદી કેમ્પ ધમધમી રહ્યા છે. અહીં આતંકવાદીઓને આઈઈડી બ્લાસ્ટ, સ્નાઈપર એટલ, પાણીની અંદર હુમલો કરવો અને ડ્રોન ચલાવાની તાલીમ આપવામાં આવે છે. પ્રાપ્ત માહિતી અુસાર 2018માં અહીંથી લગભઘ 560 આતંકવાદી ટ્રેનિંગ મેળવી ચૂક્યા છે. 

જૈશને સ્વીકાર, તેના કેમ્પનો થયો સફાયો
પીઓકેમાં 26 ફેબ્રુઆરીના રોજ ભારતીય સેના દ્વારા આતંકવાદી કેમ્પો પર કરવામાં આવેલા હવાઈ હુમલાને પાકિસ્તાને ભલે સ્વીકારવાનો ઈનકાર કર્યો હોય, પરંતુ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે એક કથિત ઓડિયો રીલીઝ કરીને એ વાતની પુષ્ટિ કરી છે કે, ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઈકમાં તેના આતંકી કેમ્પોનો સફાયો કર્યો છે. જોકે, ઝી ન્યૂઝ આ ઓડિયોની પુષ્ટિ કરતું નથી. 

આતંકવાદી સંગઠન દ્વારા બહાર પડાયેલા ઓડિયોમાં સંભળાઈ રહ્યું છે કે, "જહાં હમ જિહાદ કરતે હૈં, વહાં હમલા હુઆ હૈ. દુશ્મન જબ અપની સરહદેં પાર કરકે ઈસ્લામી મુલ્કમેં દાખિલ હો ગયા હૈ, બમબારી કર દી હૈ. દુશ્મન કી તરફ સે એલાન-એ-જંગ ગો ગયા હૈ."

ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેના દ્વારા પીઓકેના બાલાકોટ, મુઝફ્ફરાબાદ અને ચાકોટીમાં આવેલા જૈશને ઠેકાણાઓ ઉપર હવાઈ હુમલો કર્યો હતો અને તેના અને કેમ્પનો સફાયો કરવાની સાથે મોટી સંખ્યામાં આતંકવાદીઓનાં પણ મોત થયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news