નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારીને રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉન 3.0 દરમિયાન ગ્રીન ઝોન્સમાં ઘણી છૂટછાટ આપવામાં આવી છે. દેશના કુલ જિલ્લાઓમાંથી 43થી વધુ જિલ્લા ગ્રીન ઝોનમાં છે. જ્યાં લોકોની અવરજવર અને કામ કરવા પર લાગેલી રોક એક પ્રકારે હટાવવામાં આવી છે. કહી શકાય કે 43 ટકા  દેશ હવે કોરોના સંકટ વચ્ચે સામાન્ય જનજીવન તરફ આગળ વધી રહ્યો છે. તો શું ગ્રીન ઝોનમાં હર્ડ ઈમ્યુનિટીનો ટેસ્ટ પણ શરૂ થઈ ગયો છે, જેને તમામ વિશેષજ્ઞો કોરોના વિરુદ્ધ પ્લાન બી જણાવી રહ્યાં છે? તો તેનો જવાબ છે- હાં...થોડો ઘણો, એક હદ સુધી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

43% દેશ એક પ્રકારે કોરોના સંક્રમણ માટે ખુલ્લો!
સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની શરતો સાથે ગ્રીન ઝોન્સમાં દુકાનો, બજારો, ઓફિસો, ઓટો, ટેક્સી, બસ, વેપાર અને ઉદ્યોગોની મંજૂરી અપાયેલી છે. આ જગ્યાઓ પર લોકો હવે એક જગ્યાથી બીજી જગ્યાએ સરળતાથી જઈ શકે છે. ધીરે ધીરે કામકાજ શરૂ થઈ ગયા છે. 43 ટકા જિલ્લાઓની વસ્તીનો એક રીતે કોરોના વાયરસ પ્રત્યે એક્સપોઝર વધી રહ્યો છે. તેનાથી એ વાતનો પણ અંદાજો લાગી શકશે કે શું ગ્રીન ઝોન્સમાં લોકો વચ્ચે કોરોના વાયરસ પ્રત્યે હર્ડ ઈમ્યુનિટી વિક્સિત થઈ રહી છે. જો કે એક હદ સુધી હર્ડ ઈમ્યુનિટીનો ટેસ્ટ આપણે કહી શકીએ છીએ કારણ કે ગ્રીન ઝોન એ વિસ્તારો છે જ્યાં અત્યાર સુધીમાં કાં તો કોરોનાના એક પણ કેસ નથી આવ્યાં અથવા તો પછી છેલ્લા 21 દિવસથી ત્યાં કોરોનાનો એક પણ કેસ નથી. 


આમ જોવા જઈએ તો હર્ડ ઈમ્યુનિટીનો ટેસ્ટ!
આદર્શ સ્થિતિમાં હર્ડ ઈમ્યુનિટીનો ટેસ્ટ ત્યારે કહી શકાય જ્યારે રેડ ઝોન્સમાં પણ લોકો કોરોનાના જોખમ હોવા છતાં પહેલાની જેમ પોતાની સામાન્ય કામગીરીને કરી શકે. આ રીતે લોકો મોટી સંખ્યામાં કોરોનાથી સંક્રમિત થાત અને છેલ્લે તેમનામાં તેના વિરુદ્ધ રોગપ્રતિકારક શક્તિ વિક્સિત થાત, જેને હર્ડ ઈમ્યુનિટી કહેવાય છે. ગ્રીન ઝોન્સમાં સંક્રમણનું જોખમ ઘણું ઓછું છે. આથી ત્યાં સંપૂર્ણ રીતે સામાન્ય જીનજીવનને પણ હર્ડ ઈમ્યુનિટીનો મહદ અંશે ટેસ્ટ જ કહી શકાય. હાલ દેશમાં રેડ ઝોનમાં 130 જિલ્લા છે, ઓરેન્જ ઝોનમાં 284 જિલ્લા અને ગ્રીન ઝોનમાં 319 જિલ્લા રાખવામાં આવ્યાં છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube