નવી દિલ્હી: ભારતના પહેલા સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર આઇએનએસ વિક્રાંત (INS Vikrant) ને જલદી જ સમુદ્રમાં ઉતારવાની સંભાવના છે. નૌસેનાના સૂત્રોના અનુસાર આઇએનએસ વિક્રાંતની હાર્બર ટ્રાયલ પુરી થઇ ગઇ છે અને બેસિન ટ્રાયલ સપ્ટેમ્બરમાં શરૂ થવાની સંભાવના છે. બેસિન ટ્રાયલ બાદ આઇએનએસ વ્રિક્રાંતના સી ટ્રાયલની શરૂઆત થશે. વિક્રાંતના 2023 સુધી નૌસેનામા6 સામેલ થવાની સંભાવના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

262 મીટર લાંબા આઇએનએસ વિક્રાંતનું નિર્માણ ફેબ્રુઆરી 2009માં કોચિન શિપયાર્ડમાં શરૂ થયું હતું. તેમાં 26 ફાયટર એરક્રાફ્ટ અને 10 હેલિકોપ્ટર રાખી શકાશે. નૌસેના હાલ મિગ-29ના આ કેરિયર માટે સિલેક્ટ થઇ છે. આ ઉપરાંત કા-31, વેસ્ટલેન્ડ સી કિંગ અને સ્વદેશી એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર ધ્રુવ પણ કેરિયર તૈનાત કરવામાં આવી શકે છે. 


સૂત્રોના અનુસાર આઇએનએસ વિક્રાંતનું હાર્બર ટ્રાયલ્સ પુરૂ થઇ ચૂક્યું છે પરંતુ કોવિડ 19ની જગ્યાએ બેસિન ટ્રાયલ્સમાં મોડું થઇ રહ્યું છે. બેસિન ટ્રાયલ્સમાં શિપમાં લાગેલી સિસ્ટમનું અંતિમ ટેસ્ટિંગ કરીને એ તપાસવામાં આવે છે કે તેને સમુદ્રમાં ઉતારી શકાય કે નહી. આ ટેસ્ટિંગમાં સિસ્ટમ્સ અને ઉપકરણોના નિર્માતાઓની ઉપસ્થિતિ હોય છે. કોવિડના કારણે આ ટેસ્ટિંગમાં નિર્માતાઓની હાજરીમાં મુશ્કેલીઓ આવી રહી છે.  


ભારતીય નૌસેના આઇએનએસ વિક્રાંતના પૂર્વી સમુદ્ર તટ પર વિશાખાપટ્ટનમમાં રાખવા માંગે છે. રશિયાથી ખરીદવામાં આવેલા એરક્રાફ્ટ કેરિયર આઇએનએસ વિક્રમાદિત્ય પશ્વિમી સમુદ્ર તટ પર કારવારમાં છે. ભારત લાંબા સમયથી ત્રણ કેરિયર બેટલ ગ્રુપ્સ સાથે સમુદ્રી સુરક્ષા કરવા માંગે છે. કેરિયર બેટલ ગ્રુપમાં એરક્રાફ્ટ કેરિયર સાથે ઘણા બીજા જંગી જહાજ હેલિકોપ્ટર્સ અને સબમરીનનો એક મોટો જથ્થો હોય છે. 


ભારતીય નૌસેના લાંબી સમુદ્રી સીમા અને વેપારિક હિતોની સુરક્ષા માટે એક-એક કેરિયર બેટલ ગ્રુપ પૂર્વ અને પશ્વિમમાં રાખવા માંગે છે. એક વધારાનું બેટલ ગ્રુપ મરામત અને અપગ્રેડ માટે ઉપલબ્ધ રહેશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube