નવી દિલ્હી : વિમાન જગતમાં ભારતીય મહિલાઓએ શરૂઆતથી અગ્રણી ભુમિકા નિભાવી છે. ભારતે વિમાન જગતને ન માત્ર પહેલા કોમર્શિયલ પાયલોટ આપ્યો, પરંતુ પહેલા સૌથી ઓછી ઉંમરનાં જેટ કમાન્ડરની વિરુદ્ધ પણ ભારતીય મહિલા પાસે છે. જી હાં વિશ્વની પહેલી કોમર્શિયલ પાયલોટ બનનારા ભારતીય મહિલા કેપ્ટન દુર્ભા બેનર્જી છે. તેમને 1966માં ઇન્ડિયન એરલાઇન્સનાં કેપ્ટનનાં પદ પર ફરજંદ કરવામાં આવ્યા હતા. 
રાજસ્થાનનાં બિકાનેરમાં વાયુસેનાનું મિગ-21 દુર્ઘટનાગ્રસ્ત, પાયલોટ સુરક્ષીત

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં છે સૌથી વધારે પાયલોટ
ડિસેમ્બર, 1966માં વિશ્વની પહેલી મહિલા કોમર્શિયલ પાયલોટ આપનારા ભારત આજે પણ  મહિલાઓને પાયલોટની સરેરાશ સંખ્નાં મુદ્દે અગ્રણી છે. હાલનાં સમયમાં જ્યાં વિશ્વમાં મહિલા પાયલોટની સરેરાશ માત્ર પાંચ ટકા છે. બીજી તરફ ભારતમાં મહિલા પાયલોટની સંખ્યા 12 ટકાથી વધારે છે. વિમાન સાથે જોડાયેલા વરિષ્ઠ અધિકારી અનુસાર, ભારતમાં રજિસ્ટર્ડ એરલાઇન્સની વાત કરીએ તો હાલનાં સમયમાં એર ઇન્ડિયા મહિલા પાયલોટની સંખ્યા આશરે 13 ટકા છે. બીજી તરફ ભારતની મુખ્ય ખાનગી એરલાઇન્સમાં ભારતીય પાયલોટ્ની સંખ્યા 12થી 13 ટકાની વચ્ચે છે. 


બાલાકોટ એરસ્ટ્રાઇક: ભેદ ખુલવાનાં ડરથી મીડિયાને અટકાવી રહ્યું છે પાકિસ્તાન

મહિલા પાયલોટ્સની સંખ્યા મુદ્દે અમેરિકા અને ચીન પણ ભારતથી પછાત
ભારતમાં જ્યાં વર્તમાન સમયમાં મહિલા પાયલોટની સંખ્યા કુલ પાયલોટનાં સરેરાશમાં આશરે 13 ટકા છે. બીજી તરફ વિશ્વમાં અહીં સરેરાશ પાંચથી છ ટકાની વચ્ચે છે. અમેરિકામાં કુલ પાયલોટની સરેરાશમાં મહિલા પાયલોટની સંખ્યા માત્ર 3 ટકા છે. જ્યારે ચીનમાં મહિલા પાયલોટની સંખ્યા એક ટકા કરતા પણ ઓછી છે. ભારતમાં મહિલા પાયલોટ્સનો એક વર્ગ એવો છે જે પાયલોટ બનવામાં ઇચ્છુંક યુવતીઓની મદદ પણ કરી રહ્યા છે.