રાજસ્થાનનાં બિકાનેરમાં વાયુસેનાનું મિગ-21 દુર્ઘટનાગ્રસ્ત, પાયલોટ સુરક્ષીત

રાજસ્થાનનાં બીકાનેરમાં ભારતીય વાયુસેનાનું મિગ-21 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, ઉડ્યનની મિનિટોમાં થયું દુર્ઘટનાગ્રસ્ત

રાજસ્થાનનાં બિકાનેરમાં વાયુસેનાનું મિગ-21 દુર્ઘટનાગ્રસ્ત, પાયલોટ સુરક્ષીત

બીકાનેર : રાજસ્થાનનાં બીકાનેરમાં ભારતીય વાયુસેનાનું મિગ 21 વિમાન દુર્ઘટના ગ્રસ્ત થઇ ગયું હતું. જો કે ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનામાં પાયલોટનો આબાદ બચાવ થયો હતો. મળતી માહિતી અનુસાર ફાઇટર વિમાન મિગ-21 તુટી પડ્યું તે પહેલા તેને ઉડાવી રહેલ પાયલોટ પેરાશુટ લઇને કુદી ગયા હતા. હાલ પાયલોટ સુરક્ષીત હોવાનું જણાવાઇ રહ્યું છે. આ ફાઇટર જેટ વિમાન બીકાનેર નજીક તુટી પડ્યું અને તેમાં આગ લાગી ગઇ હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાંજ જ્યારે પાકિસ્તાને ભારતીય સૈન્ય સ્થળો પર હવાઇ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે ભારતીય વાયુસેનાનાં ફાઇટર જેટ વિમાન મિગ-21એ મુંહતોડ જવાબ આપ્યો હતો. ભારતીય વાયુસેના મિગ-21 ફાઇટર વિમાનનાં પાકિસ્તાનનાં અત્યાધુનિક F-16 ફાઇટર જેટને તોડી પાડ્યું હતું. ત્યાર બાદ ભારતીય વાયુસેનાએ પોતાનાં મિગ-21 ફાઇટર જેટ અને તેનાં પાયલોટનાં વખાણ કર્યા હતા. 

મળતી માહિતી અનુસાર રાજસ્થાનનાં બિકાનેરનાં નાલ એર બેઝથી ઉડ્યન ભર્યા બાદ આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. હાલ દુર્ઘટનાનું કારણ સ્પષ્ટ થઇ શક્યું નથી. તપાસ બાદ જ કારણ અંગે માહિતી મળી શકશે. આ પહેલીવાર નથી જ્યારે મિગ-21 ક્રેશ થઇ ગયું હોય. આ દુર્ઘટનામાં મિગ-21ને ઉડાવી રહેલ પાકિસ્તાની પાયલોટ મીત કુમારે પણ જીવ ગુમાવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news