નવી દિલ્હી: ક્રૂડ ઓઇલના (Crude Oil) ઉત્પાદનમાં ઘટાડો થયા બાદ ભારત અને સાઉદી અરબ (Saudi Arab) વચ્ચે તણાવ દુર થવાનું નામ લેતું નથી. જેના કારણે ભારતે (India) હવે જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓને (Petroleum Company) ઉત્પાદન વધારવા જણાવ્યું છે. આ સાથે પશ્ચિમ એશિયાના (West Asia) દેશોમાંથી ક્રૂડ ઓઇલની ખરીદી માટેના કરારની સમીક્ષા કરવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એટલું જ નહીં, તેલ ઉત્પાદકોનું જોડાણ તોડવા અને કિંમતોની સ્થિતિને અનુરૂપ બનાવવા માટે ભારત સરકાર, ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (HPCL) સાથે પણ વાતચીત કરી છે. સરકારે કંપનીઓને પશ્ચિમ એશિયાની (West Asia) બહારથી ક્રૂડ ઓઇલ (Crude Oil) સપ્લાય મેળવવાનો પ્રયાસ કરવા અને સામૂહિક રૂપથી વધુ સાનુકૂળ શરતો માટે જણાવ્યું છે.


આ પણ વાંચો:- ખેડૂત નેતા Rakesh Tikait ના કાફલા પર હુમલો, BJP પર લગાવ્યો આરોપ


ભારતની વિનંતીને અવગણી
ઉલ્લેખનીય છે કે, ભારત જરૂરિયાતના 85 ટકા ક્રુડ ઓઇલ માટે બીજા દેશો પર નિર્ભર છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર જ્યારે ક્રુડ ઓઈલની સપ્લાય અને કિંમતોમાં અપ-ડાઉન થયા છે તો ભારત પર પણ તેની અસર પડે છે. ફેબ્રુઆરીમાં ક્રુડ ઓઇલના ભાવ ફરી વધવાના શરૂ થયા હતા. તે સમયે ભારતે સાઉદી અરબને પ્રોડક્શન કંટ્રોલ પર થોડી રાહત આપવા કહ્યું હતું, પરંતુ તે સમયે ભારતની વિનંતીને અવગણી હતી. ત્યારબાદ ભારત પોતાના સપ્લાયના વૈવિધ્યકરણ કરી પ્રસાય કરી રહ્યું છે.


આ પણ વાંચો:- Coronavirus થી સંક્રમિત થયા રોબર્ટ વાડ્રા, Priyanka Gandhi એ પોતાને કર્યા હોમ આઇસોલેટ


તેલની કિંમત નક્કી કરવી સપ્લાયરનો અધિકાર
અધિકારીએ કહ્યું કે, 'પરંપરાગત રીતે સાઉદી અરબ અને પેટ્રોલિયમ નિકાસ દેશોના સંગઠનના (OPEC) ઉત્પાદકો અમારા મુખ્ય સપ્લાયર્સ છે. પરંતુ તેમની શરતો સામાન્ય રીતે ખરીદદારોની વિરુદ્ધ હોય છે. તેથી, ભારતીય કંપનીઓ તેમની ખરીદીના બે તૃતિયાંશ મુદત અથવા નિયત વાર્ષિક કરારના આધારે કરે છે. આ કરારોમાં આયાતનું પ્રમાણ નિશ્ચિત છે, પરંતુ કિંમતો અને અન્ય શરતો સપ્લાયરની તરફેણમાં હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube