Coronavirus થી સંક્રમિત થયા રોબર્ટ વાડ્રા, Priyanka Gandhi એ પોતાને કર્યા હોમ આઇસોલેટ

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના (Priyanka Gandhi) પતિ રોબર્ટ વાડ્રા કોરોના વાયરસથી સંક્રમિત (Robert Vadra tests positive for Covid-19) થયા છે. ત્યારબાદ પ્રિયંકા ગાધીએ પણ પોતાને સેલ્ફ આઇસોલેટ (Priyanka Self Isolate) કર્યા છે

Coronavirus થી સંક્રમિત થયા રોબર્ટ વાડ્રા, Priyanka Gandhi એ પોતાને કર્યા હોમ આઇસોલેટ

નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના (Priyanka Gandhi) પતિ રોબર્ટ વાડ્રા કોરોના વાયરસથી સંક્રમિત (Robert Vadra tests positive for Covid-19) થયા છે. ત્યારબાદ પ્રિયંકા ગાધીએ પણ પોતાને સેલ્ફ આઇસોલેટ (Priyanka Self Isolate) કર્યા છે. જો કે, પ્રિયંકા ગાંધીનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે, પરંતુ ડોક્ટરની સલાહ બાદ તેમણે પોતાને વિધાનસભા ચૂંટણીને લઇને જાહેર પ્રચારથી દૂર રાખવાનું નક્કી કર્યું છે.

પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસ કાર્યકર્તાઓથી માંગી માફી
પ્રિયંકા ગાંધીએ (Priyanka Gandhi) ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો અને જણાવ્યું કે, કોરોના વાયરસ રિપોર્ટ (Corona Virus Report) નેગેટિવ આવ્યો છે, પરંતુ ડોક્ટરોની સલાહ પર તેમણે પોતાને સેલ્ફ આઇસોલેટ (Self Isolate) કર્યા છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, આ કારણથી તેઓ આસામ, કેરળ અને તમિલનાડુમાં (Tamil Nadu) ચુંટણી પ્રચારમાં ભાગ લઇ શકશે નહીં. તેના માટે તેમણે કોંગ્રેસ કાર્યકર્તાઓ (Congress Activist) અને જનતા પાસે માફી માંગી છે.

— Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 2, 2021

પ્રિયંકા ગાધીએ શેર કર્યો વીડિયો
પ્રિયંકા ગાંધીએ ટ્વિટર પર લખ્યું, હાલમાં કોરોના સંક્રમણના સંપર્કમાં આવવાથી મારે પોતાનો આસામ પ્રવાસ રદ કરવા પડી રહ્યો છે. મારો ગઇકાલે રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, પરંતુ ડોક્ટરની સલાહ પર હું આગામી થોડા દિવસ સુધી આઇસોલેશનમાં રહીશ. તેથી અસુવિધા માટે હું તમારા બાધાની ક્ષમાપ્રાર્થી છું. હું કોંગ્રેસના વિજયની પ્રાર્થના કરું છું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news