નવી દિલ્હી: ભારત અને ચીન (China) સરહદ વિવાદમાં દેશે ડ્રેગનની દરેક ચાલનો જડબાતોડ જવાબ આપ્યો છે. પરંતુ હવે ભારત ચીનની ચાલનો જવાબ આપવાની જગ્યાએ એવી તૈયારી કરી રહ્યું છે કે ચીન ચાલ ચલે તેની પહેલા જ હથિયાર હેઠા મૂકી દે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે તૈયાર કરી નાખ્યું એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ
ભારતીય વાયુસેનાએ 13 હજાર 500 ફૂટની ઊંચાઈ પર એક એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ (Advanced Landing Ground) તૈયાર કર્યું છે. જેથી કરીને સેના અને તેની મદદ માટે હથિયારોને સમય પહેલા જ LAC પર તૈનાત કરવામાં આવી શકે. આ એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ બનવાથી હવે ભારતીય વાયુસેનાની સીધી નજર ચીન પર હશે. એટલે કે હવે ચીન ભારતીય વાયુસેનાની બાજ નજરથી બચી શકશે નહીં. 


લાંબા સમયથી ભારત-ચીન વિવાદ ચાલુ
છેલ્લા એક વર્ષથી વધુ સમયથી ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ ચાલુ છે અને અનેક રાઉન્ડનો સંવાદ થઈ ચૂક્યો છે. પરંતુ બંને તરફથી સમાધાનનો કોઈ રસ્તો નીકળ્યો નથી. વાતચીત વચ્ચે ચીન સતત પોતાના સૈનિકોની સંખ્યા વધારતું રહ્યું. ભારતે પણ ચીનની આ ચાલનો પલટવાર કરતા સરહદ પર પોતાના સૈનિકો વધાર્યા.


Maharashtra: 15 ઓગસ્ટથી શરૂ થશે Mumbai Local, પણ આ શરતે જ લોકોને મુસાફરી કરવાની મળશે મંજૂરી


ભવિષ્યની તૈયારીમાં લાગ્યું ભારત
ચીનનની દરેક ચાલ પર સતત જડબાતોડ જવાબ આપવાનું પરિણામ એ આવ્યું કે ચીને એવા વિસ્તારેમાંથી પાછળ હટવું પડ્યું જ્યાં તેનો દાવો નહતો. પરંતુ હવે ભારત ચીનને પાછળ ધકેલીને શાંત બેસવાનું નથી. પરંતુ હવે તો ભારત આવનારા સમય માટે પહેલેથી તૈયારી કરવામાં વિશ્વાસ ધરાવે છે અને આવી જ એક તૈયારી છે 13 હજાર 500 ફૂટની ઊંચાઈ પર બનેલું ન્યોમાનું આ એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ. આ એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ બનવાથી હવે ભારતીય વાયુસેનાની સીધી નજર ચીન પર રહેશે. 


PM Kisan Scheme: કિસાનોના ખાતામાં જમા થયાં 2 હજાર રૂપિયા, તમારા ખાતાની આ રીતે તપાસ કરો કે પૈસા પહોંચ્યા કે નહીં


ચીનની ચાલ પહેલા જ ભારતનો એક્શન પ્લાન
ભારતીય વાયુસેનાએ અહીં ચિનુક હેલિકોપ્ટર, અપાચે એટેક હેલિકોપ્ટર, સી-130 જે સુપર હરક્યુલિસ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને 175 સ્પેશિયલ ફોર્સિસના સૈનિકોને તૈનાત કર્યા છે. આ તમામની તૈનાતી ચીનને એ સંદેશ છે કે વિસ્તારવાદની ચાલ ભારત સામે ન ચલે અને એ વાતનો સંપૂર્ણ ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે કે ચીન કોઈ ચાલ ચલવાની હાલતમાં જ ન રહે. 


કોઈ કવચથી કમ નથી એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ
સેનાની મદદની સાથે ભારતીય વાયુસેનાનો આ કંટ્રોલ ટાવર હવામાન અને રડાર સંબંધી જાણકારી પણ સેના સુધી પહોંચડશે. ભારતીય વાયુસેનાના જણાવ્યાં મુજબ લદાખમાં ચીન સાથે ચાલી રહેલા ગતિરોધ વચ્ચે આ કંટ્રોલ ટાવર દુશ્મનની દરેક ચાલને જાણી લેશે. આથી હવે ચીનની બેવડી ચાલ પર ભારત બેવડો પ્રહાર કરવા માટે લગભગ તૈયાર છે. સેના અને વાયુસેનાની આ જોડી નિશ્ચિતપણે ચીનને પાઠ ભણાવવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. ન્યોમમાં  બનેલું આ એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ લદાખના આ સમગ્ર વિસ્તાર માટે કોઈ કવચથી કમ નથી અને આ કવચ છે ત્યાં સુધી ચીનનો કોઈ પણ વાર ભારતની ધરતીને સ્પર્શી શકશે નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube