ભારતે અફઘાનિસ્તાનની માનવીય મદદ કરી, પાંચ લાખ કોવેક્સીનના ડોઝ કાબુલ પહોંચાડ્યા
પાછલા મહિનાની શરૂઆતમાં ભારતે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના માધ્યમથી અફઘાનિસ્તાનને 1.6 ટન ચિકિત્સા સહાયતા પ્રદાન કરી છે.
નવી દિલ્હીઃ ભારતે આજે અફઘાનિસ્તાનને કોરોના વેક્સીન કોવેક્સીન (Covaxin) ના 500,000 ડોઝના જથ્થાની આપૂર્તિ કરી છે. ભારતે માનવીય આધાર પર આ મદદ કરી છે. વેક્સીનના જથ્થાને ઈન્દિરા ગાંધી હોસ્પિટલ કાબુલને સોંપી દેવામાં આવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ વાતની જાણકારી આપી છે.
સાથે વિદેશ મંત્રાલયે કહ્યું કે, આવનારા સપ્તાહમાં વધુ પાંચ લાખ ડોઝ મોકલવામાં આવશે. ભારતે અફઘાન લોકોના ખાદ્યાન્ન, કોરોના વેક્સીનના એક મિલિયન ડોઝ અને જરૂરી જીવન પક્ષક દવાઓ સહિત માનવીય સહાયતા પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ કર્યુ છે.
પાછલા મહિનાની શરૂઆતમાં ભારતે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના માધ્યમથી અફઘાનિસ્તાનને 1.6 ટન ચિકિત્સા સહાયતા પ્રદાન કરી છે.
UP Elections: ચૂંટણી પહેલાં અખિલેશની મોટી જાહેરાત, સરકાર બનવા પર ફ્રીમાં મળશે 300 યુનિટ વીજળી
ઉલ્લેખનીય છે કે ભારતે કોરોના સંકટ દરમિયાન વિશ્વના ઘણા દેશોમાં કોરોના વેક્સીન પહોંચાડી છે. કોરોના મહામારીના સમયમાં ભારતે વેક્સીનની સાથે દવાઓ અને અન્ય મેડિકલ સાધનોની પણ સહાયતા કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube