Haunted Railway Station: આ છે ભારતનું ભૂતિયા રેલ્વે સ્ટેશન, 42 વર્ષ રહ્યું વિરાન, સૂર્યાસ્ત પછી લોકો નથી મુકતા અહીં પગ
![Haunted Railway Station: આ છે ભારતનું ભૂતિયા રેલ્વે સ્ટેશન, 42 વર્ષ રહ્યું વિરાન, સૂર્યાસ્ત પછી લોકો નથી મુકતા અહીં પગ Haunted Railway Station: આ છે ભારતનું ભૂતિયા રેલ્વે સ્ટેશન, 42 વર્ષ રહ્યું વિરાન, સૂર્યાસ્ત પછી લોકો નથી મુકતા અહીં પગ](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2023/06/04/453961-railway.jpg?itok=VduWz_3W)
Haunted Railway Station: એક રહસ્યમય રેલ્વે સ્ટેશન ભારતમાં આવેલું છે. આ રેલ્વે સ્ટેશનનું નામ આવતા રેલવે કર્મચારીઓ અહીં કામ કરવાની ના કહી દેતા. એટલું જ નહીં અહીંથી પસાર થતી ટ્રેનમાં બેઠેલા મુસાફરો પણ થર થર ધ્રુજી ઉઠતા.
Haunted Railway Station: ભૂત પ્રેત ની વાત હંમેશા ચર્ચાનો વિષય રહી છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિ કોણ થી ભૂતપ્રેત માત્ર કલ્પના છે. પરંતુ તેમ છતાં દુનિયામાં ઘણી એવી જગ્યા છે જેના રહસ્ય આજ સુધી વિજ્ઞાન પણ ઉકેલી શક્યું નથી. આજ કારણ છે કે મોટી સંખ્યામાં લોકો ભૂતપ્રેતની વાતને લઈને ઇનકાર પણ કરતા નથી. આવું જ એક રહસ્યમય રેલ્વે સ્ટેશન ભારતમાં આવેલું છે. આ રેલ્વે સ્ટેશનનું નામ આવતા રેલવે કર્મચારીઓ અહીં કામ કરવાની ના કહી દેતા. એટલું જ નહીં અહીંથી પસાર થતી ટ્રેનમાં બેઠેલા મુસાફરો પણ થર થર ધ્રુજી ઉઠતા.
આ રહસ્યમય રેલ્વે સ્ટેશન પશ્ચિમ બંગાળના પુરૂલિયા જિલ્લામાં આવેલું છે. આ રેલવે સ્ટેશનનું નામ બેગુનકોદર છે. રસપ્રદ વાત એ છે કે એક સમયે આ સ્ટેશન પણ અન્ય સ્ટેશનની જેમ જ હતું. અહીં લોકોની ચહલપહલ રહેતી. પરંતુ 1967 માં આ રેલવે સ્ટેશનને લઈને એક અફવા ફેલાઈ અને પછી આ રેલ્વે સ્ટેશન વિરામ થઈ ગયું. કેટલાક લોકોએ દાવો કર્યો કે રેલવે સ્ટેશન પર તેમણે એક ચુડેલને જોઈ.
આ પણ વાંચો:
Upper Lips: હોઠ ઉપરની સ્કીનની કાળાશ દુર કરશે આ ઘરગથ્થુ વસ્તુઓ, 7 દિવસમાં દેખાશે અસર
Cleaning Tips: ચાની મદદથી 5 મિનિટમાં ચમકી જશે સોના-ચાંદીની જ્વેલરી, ટ્રાય કરજો એકવાર
Sooji Storage Tips: આ 3 સરળ ટીપ્સ ફોલો કરી સોજી કરો સ્ટોર, મહિનાઓ સુધી રહેશે ફ્રેશ
શરૂઆતમાં આ વાત ઉપર લોકોએ ભરોસો કર્યો નહીં. પરંતુ સ્થાનિકોમાં રેલ્વે સ્ટેશનને લઈને ચર્ચાઓ જોરશોરથી થવા લાગી. આ ચર્ચાઓ વચ્ચે જ અહીંના સ્ટેશન માસ્ટર અને તેના પરિવારના લોકોનું શંકાસ્પદ હાલતમાં મોત થયું. ત્યાર પછી ચર્ચાઓ થવા લાગી કે આ ઘટનામાં ચુડેલ નો હાથ છે.
ત્યાર પછી આ રેલવે સ્ટેશન નું નામ ભૂત પ્રેતની અલગ અલગ પ્રકારની વાતો સાથે જોડાવા લાગ્યો. વાતો એ એટલું જોર પકડ્યું કે આ રેલવે સ્ટેશન પર કોઈ પણ કર્મચારી કામ કરવા માટે તૈયાર ન હતા. કેટલીક ટ્રેનોના તો સ્ટોપ અહીં બંધ થઈ ગયા. રેલવે વિભાગે ઘણા પ્રયત્નો કર્યા છતાં પણ કોઈ અહીં કામ કરવા તૈયાર ન હતું. આ વાત રેલ મંત્રાલય સુધી પણ પહોંચી હતી. અંતે તંત્ર દ્વારા આ રેલવે સ્ટેશનને બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો.
વર્ષો સુધી આ રેલવે સ્ટેશન વેરાન રહ્યું. લોકો તેને ભૂતિયા રેલવે સ્ટેશન કહેવા લાગ્યા. 42 વર્ષ સુધી આ રેલવે સ્ટેશન બંધ રહ્યું પરંતુ વર્ષ 2009માં તત્કાલીન રેલ મંત્રી મમતા બેનર્જીએ આ રેલ્વે સ્ટેશન ફરીથી શરૂ કરાવ્યું. હવે અહીં નિયમિત રીતે 10 ટ્રેનો રોકાય છે. જોકે સૂર્યાસ્ત પછી આજે પણ આ રેલવે સ્ટેશન જવાનું લોકો ટાડે છે.