રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે ભારતમાં આજે હાઈલેવલ મીટિંગ; સુરક્ષા તૈયારીઓને લઈને PM મોદીએ બનાવ્યો પ્લાન
આ હાઈ લેવલ મીટિંગમાં વિદેશ મંત્રી એસ. જયશંકર, નાણામંત્રી નિર્મલા સીતારમણ સહિત ઘણા મોટા નેતા અને અધિકારીઓ સામેલ થયા છે.
નવી દિલ્હી: રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 18મો દિવસ છે. ત્યારે ભારતે રશિયા અને રાષ્ટ્રપતિ સાથે અનેક વખત ટેલિફોનિક વાતચીત કરી છે. આ મામલે ભારતે તટસ્થ ભૂમિકા નિભાવી છે. રશિયા-યુક્રેન વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતની સુરક્ષા તૈયારીઓ અને વર્તમાન વૈશ્વિક પરિદ્રશ્યની સમીક્ષા કરવા માટે આજે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી રહ્યા છે. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ પણ હાજર છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube