કોરોના વાયરસે કરી સ્થિતિ ખરાબ! નવા કેસમાં નંબર 1 બન્યું ભારત
કોરોના (Coronavirus)ના નવા કેસમાં ભારત (India) નંબર વન થઇ ગયું છે. દરરોજ સામે આવી રહેલા કેસની ગતિ અમેરિકા (US) કરતાં પણ વધુ છે. જે કોરોનાની વર્લ્ડ ટેલીમાં ટોપ પર છે.
નવી દિલ્હી: કોરોના (Coronavirus)ના નવા કેસમાં ભારત (India) નંબર વન થઇ ગયું છે. દરરોજ સામે આવી રહેલા કેસની ગતિ અમેરિકા (US) કરતાં પણ વધુ છે. જે કોરોનાની વર્લ્ડ ટેલીમાં ટોપ પર છે. જોકે ઓગસ્ટ (Agust) મહિના દરમિયાન ભારતમાં દરરોજ નોંધાનાર કોરોના દર્દીઓની સંખ્યા દુનિયના કોઇપણ દેશ કરતાં વધુ રહી. અત્યાર સુધી 12 લાખ કેસ આવી ચૂક્યા છે. જેને ભારતમાં કોરોના ગ્રાફની સ્થિતિ બગાડી છે.
ગત 24 કલાકમાં આવી રહી સ્થિતિ
ભારત- 66 હજાર 873 નવા કેસ
બ્રાજીલ- 46 હજાર 959 નવા કેસ
US - 40 હજાર 98 નવા કેસ
કેન્સલ ચેકમાં છુપાયેલા હોય છે તમારા પાંચ મોટા રાજ, ભૂલથી પણ ન કરો આ કામ
આ વાતનો ખતરો
જો આ ગતિથી ભારતમાં કોરોનાનો ગ્રાફ વધતો રહ્યો તો જલદી જ ભારત, બ્રાજીલને પાછળ છોડી દેશે અને કુલ કેસમાં જલદી નંબર 2 પર પહોંચી જશે, કારણ કે ભારતમાં બ્રાજીલની તુલનામાં દરરોજ 25 હજારથી વધુ રિપોર્ટ થઇ રહ્યા છે.
બસમાં માણો 'દિલ્હીથી લંડન' સુધીના પ્રવાસની મજા, ફક્ત લાગશે આટલા દિવસ
ડેથ ટોલ પર સ્થિતિ
મોતના કુલ કેસ (Death Toll) ને લઇને ભારતની સ્થિતિ અમેરિકા (USA) અને બ્રાજીલ (Brazil) ની તુલનામાં સારી છે. ભારતમાં કોરોના સંક્રમણથી કુલ મોતનો આંકડો 59 હજાર 612 થઇ ચૂક્યો છે. જ્યારે બ્રાજીલમાં અત્યાર સુધી 1 લાખ 16 હજાર 666 અને અમેરિકામાં 1 લાખ 82 404 લોકોના મોત થઇ ચૂક્યા છે. ભારતમાં ગત 24 કલાકમાં કોરોના સંક્રમણથી 1066 મોત થયા છે તો બ્રાજીલ 1215 અને અમેરિકામાં 1290 ડેથ કેસ સામે આવ્યા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube