લખનઉઃ કોંગ્રેસ સાંસદ તથા પૂર્વ કેન્દ્રીય પ્રધાન શશિ થરૂરે કહ્યું કે, દેશ ભાજપના હાથમાં સુરક્ષિત નથી. તેમણે કહ્યું કે, હવે તેવો દેશ બનાવવાનો સમય આવી ગયો છે જો ઉત્પાદક, સુરક્ષિત અને સમૃદ્ધ હોય. થરૂરે અહીં એક પત્રકાર પરિષદમાં કહ્યું કે, દુર્ભાગ્યપૂર્ણ એનડીએના છેલ્લા ચાર વર્ષના શાસનકાળમાં આપણે જે જોયું તેનાથી લાગતું નથી કે આ દેશ હાલની સરકારના હાથમાં સુરક્ષિત છે. તેમણે કહ્યું કે, હવે તેવું રાષ્ટ્ર બનાવવાનો સમય આવી ગયો છે જે ઉત્પાદક, સમાવેશી, સમૃદ્ધ અને સુરક્ષિત હોય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ વિશે પુછાયેલા સવાલના જવાબમાં થરૂરે કહ્યું, મેં કેટલાક એક્ઝિટ પોલ જોયા છે પરંતુ મને તેના પર વિશ્વાસ નથી. અંતે મહત્વપૂર્ણ તે હશે જે મતગણનાના દિવસે 15 મેએ સામે આવશે. કેટલાક એક્ઝિટ પોલે અનુમાન લગાવ્યું કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્ર છે અને જેડીએસ કિંગમેકરની ભૂમિકામાં આવી શકે છે. 


થરૂરે કહ્યું કે મુકાબલામાં ત્રણ પાર્ટી છે. જો સીધી ટક્કર હોય તો જવાબ આપવો સરળ હોત પરંતુ મને લાગે છે કે કર્ણાટકની કેટલિક સીટ જેડીએસના ખાતામાં જશે.અમે કોઈપણ સ્થિતિ માટે તૈયાર છીએ. 


તેમણે કહ્યું કે, સત્ય છે કે કર્ણાટકમાં તે જેટલા કોંગ્રેસી કે કાર્યકર્તાઓને મળ્યા, તેમાંથી કોઈ શંકા નથી કે અમે સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઉભરીશું. તેને લઈને અમને પૂર્ણ વિશ્વાસ છે. જો તમે કોઈ એક પાર્ટીને પૂર્ણ બહુમત મળવાની વાત કરો તો તે જાણવા માટે 15 મે સુધી રાહ જુઓ.