ઓછા સમયમાં બદલાઈ ગઈ ભારતની તસવીર, અમેરિકી બેન્કે મોદીના 9 વર્ષના કાર્યકાળની કરી પ્રશંસા
PM Narendra Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવ વર્ષના કાર્યકાળમાં ભારત સંપૂર્ણ રીતે કાપાયલટ થઈ છે. અમેરિકાની દિગ્ગજ ઇન્વેસ્ટમેન્ટ બેંક મોર્ગન સ્ટેનલીના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા નવ વર્ષમાં આવા ઘણા પગલા લેવામાં આવ્યા છે જેના કારણે ભારત વિશ્વમાં એક મોટું સ્થાન હાંસલ કરવા તરફ આગળ વધી રહ્યું છે.
નવી દિલ્હીઃ યુરોપની સૌથી મોટી ઇકોનોમીવાળો દેશ જર્મની મંદીમાં ફસાઈ ચુક્યો છે જ્યારે અમેરિકા પર ડિફોલ્ટર થવાનો ખતરો મંડાયેલો છે. ચીન પણ સંપૂર્ણ રીતે મહામારીના પ્રકોપમાંથી બહાર આવ્યું નથી અને તેની ઇકોનોમી પણ સંકટમાં છે. તેવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (Prime Minister Narendra Modi) આગેવાનીમાં ભારતની ઇકોનોમી દુનિયા માટે આશાનું કિરણ બનીને ઉભરી છે. આ વર્ષે પણ ભારતની અર્થવ્યવસ્થા સૌથી ઝડપી વૃદ્ધિ પામે તેવી અપેક્ષા છે. દરેક પસાર થતા દિવસ સાથે, આવી સંસ્થાઓની સંખ્યા વધી રહી છે, જે ભારતને વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે એક તેજસ્વી સ્થાન તરીકે ઓળખાવી રહી છે. હવે આ યાદીમાં અમેરિકન બ્રોકરેજ કંપની મોર્ગન સ્ટેનલીનું નામ પણ જોડાઈ ગયું છે. તેમણે પીએમ મોદીના નેતૃત્વને સ્વીકાર્યું છે. તેમનું કહેવું છે કે મોદીના નેતૃત્વમાં ભારત સંપૂર્ણપણે બદલાઈ ગયું છે અને વિશ્વમાં મોટું સ્થાન હાંસલ કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
મોર્ગન સ્ટેનલીના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત બદલાઈ ગયું છે અને આજે વિશ્વ વ્યવસ્થામાં એક સ્થાન હાસિલ કરવા તરફ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે આજે ભારત એશિયા અને વૈશ્વિક વૃદ્ધિમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા તૈયાર છે. ભારતને લઈને શંકે, વિશેષ રૂપથી વિદેશી ઈન્વેસ્ટરોના મામલામાં, 2014 બાદથી થયેલા ઉલ્લેખનીય ફેરફારોને નજરઅંદાજ કરવા જેવા છે. રિપોર્ટમાં તે આલોચનાઓને નકારી દેવામાં આવી છે કે દુનિયાની બીજી સૌથી ઝડપી વધતી અર્થવ્યવસ્થા હોવા અને છેલ્લા 25 વર્ષ દરમિયાન સૌથી સારા પ્રદર્શન કરનાર શેર બજાર છતાં ભારત પોતાની ક્ષમતા અનુરૂપ પરિણામ આપી શક્યું નથી.
આ પણ વાંચો- Shloka-Akash Ambani: અંબાણીના ઘરે 'લક્ષ્મી' અવતરી, શ્લોકાએ આપ્યો પુત્રીને જન્મ
10 વર્ષમાં થઈ ગઈ કાયાપલટ
રિપોર્ટ કહે છે કે ભારત એક દાયકાથી ઓછા સમયમાં બદલાઈ ગયું છે. તે પ્રમાણે, 'આ ભારત 2013થી અલગ છે. 10 વર્ષથી ઓછા સમયમાં ભારતે દુનિયાની વ્યવસ્થામાં સ્થાન બનાવી લીધુ છે. પ્રધાનમંત્રી મોદીના પદ સંભાળ્યા બાદ 2014થી થયેલા 10 મોટા ફેરફારોનો ઉલ્લેખ કરતા બ્રોકરેજ કંપનીએ કહ્યું કે ભારતમાં કોર્પોરેટ ટેક્સનો દર અન્ય દેશને બરાબર કરવામાં આવ્યો છે. આ સિવાય પાયાના માળખામાં રોકાણ વધી રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે આ સાથે વસ્તુ તથા સેવા કર (GST) કલેક્શન સતત વધી રહ્યું છે. ઉપરાંત, જીડીપીની ટકાવારી તરીકે ડિજિટલ વ્યવહારો વધી રહ્યા છે, જે સંગઠિત અર્થતંત્રની નિશાની છે.'
મંદીની આશંકા ઝીરો
World of Statistics પ્રમાણે ભારતમાં મંદીની કોઈ આશંકા નથી. ભારત મોટા દેશોમાં એકમાત્ર દેશ છે જ્યાં મંદીની ઝીરો ટકાવારી છે. હાલમાં આવેલા આંકડા તે વાતનો પૂરાવો છે કે ભારતની ઇકોનોમી ઝડપથી આગળ વધી રહી છે. આઈએમએફ પ્રમાણે આ વર્ષે ભારતની ઇકોનોમી વિશ્વમાં સૌથી ઝડપી ગ્રોથ કરનારી ઇકોનોમી હશે. એપ્રિલમાં જીએસટી કલેક્શનના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. સાથે મેન્યૂફેક્ચરિંગ પીએમઆઈ પણ ચાર મહિનાના ટોપ પર પહોંચી ગયો છે. મોટા ભાગની ઓટો કંપનીઓનું વેચાણ એપ્રિલમાં દમદાર રહ્યું છે. આ તમામ ફેક્ટર્સ તે વાતના સંકેત છે કે જ્યાં દુનિયામાં મંદીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તો ભારતની ઇકોનોમી ઝડપથી આગળ વધી રહી છે.
આ પણ વાંચોઃ Love Jihad:સાચવજો! તનવીર નામ બદલીને બન્યો યશ, મૉડલ માનવીના આરોપોએ મચાવ્યો હંગામો!
પાંચમું મોટું શેર માર્કેટ
આ વચ્ચે ભારત એકવાર ફરી દુનિયાનું પાંચમું સૌથી મોટું શેર માર્કેટ બની ગયું છે. ઘરેલૂ શેર માર્કેટ્સમાં છેલ્લા કેટલાક દિવસોમાં જારી તેજીને કારણે ભારતે ફ્રાન્સને પછાડી આ સિદ્ધિ મેળવી છે. જાન્યુઆરીમાં ફ્રાન્સ આ રેન્કિંગમાં ભારત કરતા આગળ નિકળી ગયું હતું. પરંતુ ભારતીય શેર માર્કેટમાં 28 માર્ચથી સતત તેજી જોવા મળી રહી છે. વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPI)એ ભારતીય ઇક્વિટી માર્કેટમાં ખુબ રોકાણ કર્યું છે. ભારતનું માર્કેટ કેપિટેલાઇઝેશન $3.31 લાખ કરોડ ડોલર પહોંચી ચુક્યુ છે. આ સાથે ભારત એકવાર ફરી દુનિયાનું પાંચમું સૌથી મોટુ માર્કેટ બની ગયું છે. આ વર્ષે દેશની માર્કેટ વેલ્યૂમાં આશરે 330 અબજ ડોલરની તેજી આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube