નવી દિલ્હી: 2019ની લોકસભા ચૂંટણી પહેલા Zee News ના મંચ પર રાજનીતિના મહાસંવાદ ‘#IndiaKaDNA’માં વરિષ્ઠ સપાના નેતા અબુ આઝમીએ બાલાકોટમાં ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે, ત્યાં 250 લોકો માર્યા ગયા અને કોઇપણ આતંકીનો મૃતદેહ દેખાડવામાં આવ્યા નથી. તે સંપૂર્ણ અસત્ય હતું. દેશથી જૂઠાણું બોલવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: #IndiaKaDNA: દેશમાં અર્થવ્યવસ્થાને જાણનાર એકમાત્ર નાણામંત્રી મનમોહન સિંહ રહ્યા- સ્વામી


મહાસંવાદમાં થયો અબુ આઝમીનો વિરોધ
અબુ આઝમી દ્વારા સવાલ ઉઠાવ્યા બાદ મહાસંવાદમાં આવેલા લોકોએ ભારે વિરોધ કર્યો હતો. લોકોએ તેમના દ્વારા કરેલી વાતોને ખોટી ગણાવી વિરોધ કર્યો હતો. લગભગ 5 મિનિટથી વધારે સમય સુધી તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન મહસંવાદમાં આવેલા લોકોએ ભારત માતાની જય, વંદે માતરમના નારા પણ લાગાવ્યા હતા.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...