Coronavirus: એક મહિનામાં બ્રાજીલને પાછળ છોડીને બીજા નંબરે આવી શકે છે India, ચોંકાવનારા આંકડા
વૈશ્વિક મહામારી કોરોના વાયરસ (Coronavirus)થી આખી દુનિયા ખૌફમાં છે. ભારત (India)માં તેના આંકડા સતત વધી રહ્યા છે. જ્યાં એક તરફ ટેસ્ટની સંખ્યા વધી ગઇ છે તો બીજી તરફ સંક્રમિતોના આંકડા પણ ઝડપથી વધી રહ્યા છે.
નવી દિલ્હી: વૈશ્વિક મહામારી કોરોના વાયરસ (Coronavirus)થી આખી દુનિયા ખૌફમાં છે. ભારત (India)માં તેના આંકડા સતત વધી રહ્યા છે. જ્યાં એક તરફ ટેસ્ટની સંખ્યા વધી ગઇ છે તો બીજી તરફ સંક્રમિતોના આંકડા પણ ઝડપથી વધી રહ્યા છે. અંતિમ એક મહિનામાં કોરોના સંક્રમિતોનો ગ્રાફ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. જોકે ભારતમાં રિકવરી રેટ પણ વધી રહ્યો છે. પરંતુ જો સંક્રમિતોનો આંકડો આ રીતે વધતો રહ્યો તો એક મહિનાની અંદર ભારત, બ્રાજીલ (Brazil) ને પાછળ છોડી બીજા નંબર પર આવી જશે.
આ ટેબલ પર નજર નાખો-
બ્રાજી - કુલ કેસ - 3,605,783
નવા કેસ +23,085
મોત 14,772
24 કલાકમાં મોત +495
ભારત - કુલ કેસ- 3,105,185
નવા કેસ +61,749
મોત 57,692
24 કલાકમાં મોત +846
આ ટેબલને જોઇને સ્પષ્ટ થઇ ગયું છે કે દરરોજ નવા કેસ વધવાનો દર થઇ ગયો અથવા મોતનો આંકડો, ભારતમાં આ ગતિ બ્રાજીલના મુકાબલે લગભગ અઢી ગણો છે. ભારતમાં ટેસ્ટ વધવાની સાથે જ આ રફતાર પણ ઝડપથી વધી રહ્યા છે. જ્યારે બ્રાજીલમાં નવા કેસ ગત થોડા દિવસોના મુકાબલે કાબૂમાં આવવા લાગ્યા છે.
એટલે કે સ્પષ્ટ છે કે આગામી સમયમાં ભારતમાં કોરોનાનો ખતરો વધુ વધતો જોવા મળી રહ્યો છે. જોકે ભારત અને બ્રાજીલની વસ્તીમાં એક મોટું અંતર પણ તેનું કારણ છે. બ્રાજીલની વસ્તી ફક્ત 21 કરોડ છે જ્યારે ભારતની વસ્તી 135 કરોડ છે.
ભારતનો રિકવરી રેટ 75 ટકા છે જે સારો છે અને તેમાં સતત વધારો થઇ રહ્યો છે. ભારતમાં મૃત્યું દર હાલ 2 ટકાથી ઓછો છે અને કાબૂમાં છે. પરંતુ સંક્રમણના દરમાં જે ગતિએ વધારો થઇ રહ્યો છે તેનાથી ખબર પડે છે કે ભારત જલદી જ વિશ્વ (World)માં બીજા નંબર પર હોઇ શકે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube