નવી દિલ્હી Global Hunger Index-2021: ભારત 116 દેશના વૈશ્વિક ભૂખમરા સૂચકઆંક 2021માં (Global Hunger Index-2021) ગગડીને 101માં સ્થાને પહોંચી ગયું છે. આ મામલે તે પોતાના પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ કરતા પણ પાછળ છે. ગત વર્ષ એટલે કે 2020માં ભારત 94માં નંબર પર હતું. ભૂખ અને કુપોષણ પર નજર રાખનારી વૈશિવિક ભૂખમરા સૂચકઆંકની વેબસાઈટે ગત ગુરુવારે વર્ષ 2021ની GHI ની યાદી બહાર પાડી છે. ભારત આ વર્ષે 7 અંક ગગડી ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતની સ્થિતિ ચિંતાજનક દર્શાવી
આ વર્ષે ચીન, બ્રાઝિલ, અને કુવેત સહિત અઢાર દશોએ પાંચથી ઓછાના જીએચઆઈ સ્કોર સાથે ટોચનું સ્થાન મેળવ્યું છે. સહાયતા કાર્યો સાથે જોડાયેલી આયરલેન્ડની એજન્સી કન્સર્ન વર્લ્ડવાઈડ અને જર્મનીનું સંગંઠન વેલ્ટ હંગર હિલ્ફ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલા રિપોર્ટમાં ભારતમાં ભૂખના સ્તરને 'ચિંતાજનક' દર્શાવવામાં આવ્યું છે. 


ભારતનો જીએચઆઈ સ્કોર પણ ગગડ્યો
વર્ષ 2020માં ભઙારત 107 દશોમાં 94માં સ્થાને હતું. હવે 116 દેશોની યાદીમાં તે 101માં સ્થાને આવી ગયું છે. ભારતનો જીએચઆઈ સ્કોર ગગડી ગયો છે. જે વર્ષ 2000માં 38.8 હતો, 2012 અને 2021 વચ્ચે 28.8 - 27.5 વચ્ચે રહ્યો. 


આ આધારે નક્કી કરાય છે જીએચઆઈ
દર વર્ષે દેશોના GHI સ્કોરને 4 માપદંડોના આધારે નક્કી કરાય છે. જેમાં અલ્પપોષણ, કુપોષણ, બાળકોનો વૃદ્ધિ દર અને બાળ મૃત્યુદર સામેલ છે. રિપોર્ટ મુજબ પાડોશી દેશો જેમ કે નેપાળ (76), બાંગ્લાદેશ (76), મ્યાંમાર (71) અને પાકિસ્તાન (92) પણ ભૂખમરાને લઈને ચિંતાજનક સ્થિતિમાં છે. પરંતુ ભારતની સરખામણીએ આ દેશોની સ્થિતિ સારી છે. 


ભારતની છેલ્લા 5 વર્ષની સ્થિતિ
ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારતની સ્થિતિ ચિંતાજનક જ રહી છે. પરંતુ આ વર્ષે ભૂખમરાનું સંકટ પહેલા કરતા વધી ગયું છે. 


વર્ષ                ભારતનું સ્થાન
2015                     93
2016                     97
2017                    100
2018                    103
2019                    102
2020                     94
2021                    101


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube