ભારતમાં નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરાયો છે. જેને લઈને એક તરફ શરણાર્થીઓ ખુશ છે, તો વિપક્ષ મોદી સરકાર પર આક્રમક છે. તેવા સમયે અમેરિકાએ આ વિષયે ટીપ્પણી કરતા ભારતે સીધા શબ્દોમાં સંભળાવી દીધું. અને સ્પષ્ટ કર્યું કે, અમેરિકાએ ભારતના મુદ્દાઓમાં માથું મારવાની જરૂર નથી.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે, સીએએ કાયદા મુદ્દે અમેરિકાના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ભારતે 11 માર્ચે CAAની માર્ગદર્શિકા જાહેર કરી છે. જેને લઈને અમે ચિંતિત છીએ. આ કાયદો કઈ રીતે લાગુ કરાય છે તેના પર અમારી નજર છે.  ધાર્મિક સ્વતંત્રતાનું સન્માન અને કાયદાકીય રીતે તમામ સમુદાયની સાથે સમાન વ્યવહાર લોકતંત્રના મૂળભૂત સિદ્ધાંત છે. જોકે આ નિવેદન બાદ ભારતે આકરી પ્રતિક્રિયા આપીને અમેરિકાને લક્ષ્મણ રેખા બતાવી દીધી છે. 


કાર કે બાઈક પાછળ અચાનક કેમ દોડવા લાગે છે કૂતરા? જાણો કારણ, અને તે વખતે બચવા શું કરવુ


ભારતે અમેરિકાને સીધું કહ્યું કે, જેમની પાસે ભારતની પરંપરા અને ઈતિહાસ વિશે સિમિત જાણકારી હોય, તેમણે આ મુદ્દે મહેરબાની કરીને જ્ઞાન આપવું જોઈએ નહીં. વિશ્વમાં કોઈ પણ ઘટના બને કે પછી વિષય ઉભો થાય તો જગત જમાદાર અમેરિકા તેમાં કૂદી પડે છે.. પરંતુ ભારતે પણ કડક શબ્દોમાં અમેરિકાને આ વિષયથી દૂર રહેવા સલાહ આપી દીધી છે.. અગાઉ કેન્દ્ર સરકાર પણ સ્પષ્ટ કરી ચુકી છે કે, ભલે ગમે તેટલો વિરોધ થાય કે પછી આંતરરાષ્ટ્રીય સ્તરે આલોચના, પરંતુ સરકાર આ કાયદામાં ક્યારેય પીછેહટ નહીં કરે. જે વાત હવે અમેરિકાને પણ સ્પષ્ટ સમજાઈ જશે.


અચાનક જમીન ફાટી અને અંદર સમાઈ ગયા લોકો...Video જોઈને રૂવાડાં ઊભા થઈ જશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube