ભારતે મુસલમાનો વિરુદ્ધ ભેદભાવના પાકિસ્તાનના આરોપો પર આપ્યો વળતો જવાબ
ઇમરાન ખાને ટ્વીટ કરીને ભારત સરકાર પર આરોપ લગાવ્યો હતો કે વાયરસના સંકડની આડમાં ઇરાદાપૂર્વક મુસલમાન સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે.
નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના તે આરોપને રવિવારે નકારી દીધા હતી કે કોરોના વાયરસ મહામારીની આડમાં દેશમાં મુસલમાનોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પોલ ખોલતા કહ્યું, પાકિસ્તાની નેતૃત્વની આ 'પાયાવિહોણી ટિપ્પણી' પાકિસ્તાનની આંતરિક સ્થિતિનો સામનો કરવાના નિષ્ફળ પ્રયાસોથી લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન છે.
હકીકતમાં ઇમરાન ખાને ટ્વીટ કરીને ભારત સરકાર પર આરોપ લગાવ્યો હતો કે વાયરસના સંકડની આડમાં ઇરાદાપૂર્વક મુસલમાન સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, 'કોવિડ-19ના નિવારણ પર ધ્યાન આપવાની જગ્યાએ તે (પાકિસ્તાની નેતૃત્વ) પોતાના પાડોસીઓ પર પાયાવિહોણા આરોપ લગાવી રહ્યું છે.'
તેઓ ખાનની ટિપ્પણીના સંબંધમાં મીડિયા દ્વારા પૂછવામાં આવેલા સવાલો પર પ્રતિક્રિયા આપી રહ્યાં હતા. શ્રીવાસ્તવે કર્યું, અલ્પસંખ્યકના મામલામાં તેને (પાકિસ્તાની નેતૃત્વ)ને તે સલાહ છે કે તે પોતાને ત્યાં અલ્પસંખ્યક સમુદાયની નોંધ લે, જેની સાથે ભેદભાવ થઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube