નવી દિલ્હીઃ કરતારપુર કોરિડોર પર ભારત-પાકિસ્તાન વચ્ચે વાટાઘાટોનો ત્રીજો તબક્કો પૂર્ણ થયો છે. આ બેઠકમાં અધિકારીઓ વચ્ચે અનેક મુદ્દે સહમતિ સાધવામાં આવી છે. જોકે, બે મુદ્દે પાકિસ્તાન સાથે સહમતિ સાધી શકાઈ નથી. નવા સમાધાન અનુસાર હવે શ્રદ્ધાળુઓ વગર વિઝાએ કરતાપુર સાહિબના દર્શન કરી શકશે. દરરોજ 5000 શ્રદ્ધાળુઓને કરતારપુર સાહિબ જવાની મંજુરી આપવામાં આવશે. ભારતીય મુળના એ લોકો કે જેમની પાસે ઓવરસીઝ સિટિઝનશીપ ઓફ ઈન્ડિયા કાર્ડ છે, તેઓ પણ કરતારપુર સાહિબના દર્શન માટે આવ-જા કરી શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે જે બાબતે વાંધો ઉઠાવાયો છે તે પાકિસ્તાન તરફથી યાત્રા માટે લાગુ કરવામાં આવેલી ફી છે. આ અંગે ભારત અને પાકિસ્તાનના અધિકારીઓ વચ્ચે સહમતિ સધાઈ નથી. પાકિસ્તાન દ્વારા શ્રદ્ધાળુઓ પાસેથી સર્વિસ ફી પેટે 20 ડોલર લેવાની માગ કરાઈ છે. સાથે જ પ્રોટોકોલ અધિકારીઓને શ્રદ્ધાળુઓની સાથે મોકલવાના નિર્ણય પર પણ સર્વસંમતિ સાધી શકાઈ નથી. ભારતે પાકિસ્તાનને જણાવ્યું કે, આ એક પબ્લિક પ્રોજેક્ટ છે અને તેના માટે આટલી બધી ફી લેવી યોગ્ય નથી. 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...