જિન્ના હાઉસ પર ભારતે PAKનો દાવો નકાર્યો, કહ્યું ‘આ અમારી સંપત્તિ છે’
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, જ્યાં સુધી આ સંપત્તિની વાત છે તો પાકિસ્તાનનો કોઇ હક જ નથી બનતો. આ ભારત સરકારની સંપત્તિ છે અને અમે તેના સુશોભન કરવામાં જોડાયેલા છે.
નવી દિલ્હી: ભારતે મુંબઇમાં જિન્ના હાઉસને માલિકી પર પાકિસ્તાના દાવો કર્યો હતો જેને ગુરૂવારે નકાર્યો અને કહ્યું કે આ સંપત્તિ અમારી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, જ્યાં સુધી આ સંપત્તિની વાત છે તો પાકિસ્તાનનો કોઇ હક જ નથી બનતો. આ ભારત સરકારની સંપત્તિ છે અને અમે તેના સુશોભન કરવામાં જોડાયેલા છે.
વધુમાં વાંચો: અધૂરુ દેવું માફી ખેડૂતો સાથે અન્યાય, મારી નજર કોંગ્રેસ પર જ છે: શિવરાજ
મુંબઇના માલાબાર હિલમાં સ્થિત છે આ બંગલો
મુંબઇના માલાબાર હિલમાં સ્થિત આ બંગલાની ડિઝાઇ વાસ્તુશિલ્પ ક્લાઉડ બાટલીએ યૂરોપીય શૈલીમાં તૈયાર કરી હતી. જેમાં પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી જિન્ના 1930ના દશકના ઉત્તરાર્ધ સુધી રહ્યાં હતા. આ બંગલાનું મુખ સમુદ્રની તરફ છે. પાકિસ્તાન માગ કરી રહ્યું છે કે આ સંપત્તિ તેમના મુંબઇ વાણિજ્ય દુતાવાસ માટે તેમને આપી દેવામાં આવે.
કુમારે કહ્યું કે સરકાર જિન્ના હાઉસને અહીંયાના હૈદરાબાદ હાઉસની જેમ ઉપયોગમાં લેવા પર વિચાર કરી રહ્યાં ચે. સરકાર હૈદરાબાદ હાઉસનો ઉપયોગ વિદેશોના વિશિષ્ટ મહેમાનો સાથે બેઠક કરવા અને તેમની મેજબાની માટે કરે છે.
વધુમાં વાંચો: દિલ્હી-આગ્રા વચ્ચે ટ્રાયલ દરમિયાન ટ્રેન-18 પર પથ્થર મારો, બારીના કાચ તોડ્યા
પાકિસ્તાને કર્યો હતો દાવો
આ પહેલા પાકિસ્તાને કહ્યું હતું કે જિન્ના હાઉસ તેમનું છે અને ભારત દ્વારા તેને તેમના નિયંત્રણમાં લેવાના કોઇપણ પ્રયાસને સ્વિકારવામાં આવશે નહીં. થોડા દિવસો પહેલા વિદેશ મંત્રી સુષમા સ્વરાજે કહ્યું હતું કે તેમનું મંત્રાલય આ બંગલાને કેમના નામે કરાવવાની પ્રક્રિયામાં જોડાયેલા છે.
વધુમાં વાંચો: હેલીકોપ્ટરમાં યાત્રા કરનાર શિવરાજ બેઠા ટ્રેનમાં, સેલ્ફી લેવા ઉમટી મુસાફરોની ભીડ
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે ઇસ્લામાબાદમાં પત્રકારોને કહ્યું કે, તેના (જિન્ના હાઉસ) પર આપણો અધિકારી છે અને અમને તે સ્વિકાર્ય નથી કે કોઇ તેની માલીકી પોતાના હાથમાં લે. તેઓ (ભારતીય) પહેલા જ સંમત હતા કે તે પાકિસ્તાનનું છે. અમારી પાસે તેનો રિકોર્ડ છે.
(ઇનપુટ-ભાષા)